શોધખોળ કરો
Advertisement
મોદીએ લોકાર્પણ કરેલી 800 કિલો વજનની શ્રીમદ ભગવદ્ ગીતાની શું છે ખાસિયત, જાણો વિગત
નવી દિલ્હીઃ ઈસ્કોન દ્વારા દુનિયાની સૌથી મોટી 800 કિલોગ્રામની ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ ભગવદ્ ગીતાનું લોકાર્પણ કર્યું હતું.
વાંચોઃ PM મોદીએ 800 કિલો વજનની ભગવદ ગીતાનું કર્યું અનાવરણ, કહ્યું- ગીતામાં દરેક પ્રશ્નના જવાબ સમાયેલા છે
આ ગીતાને છપાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગીતાને તૈયાર કરવા પાછળ 1.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે આ ભગવદ્ ગીતાને મુન્દ્રા પોર્ટ ખાતે લાવવામાં આવી હતી. 800 કિલો વજનવાળી આ ભગવદ્ ગીતાને ભારત લાવતા 30 દિવસ લાગ્યા હતા.
ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂરા કર્યા તે ઉપલક્ષમાં આ ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક છપાવવા માટેનો ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો. 11 નવેમ્બરે આ પુસ્તકને ઈટાલીના મિલાન શહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ગીતામાં 670 પેજ છે. જેની લંબાઈ 12 ફૂટ અને પહોળાઈ 9 ફૂટ છે.
આ ભગવદ્ ગીતાને સિન્થેટિકના મજબૂત કાગળથી તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ ગીતા પર ઘણી બધી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેટિનમ, સોનું અને ચાંદી મુખ્ય છે. 800 કિલોની આ ભગવદ્ ગીતાના એક પેજને પલટાવવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે. પુલવામાનો બદલોઃ એર સ્ટ્રાઇક પછી ચીનના પેટમાં તેલ રેડાયું, જુઓ શું કહ્યું? પુલવામાનો બદલોઃ મુખ્યમંત્રી રૂપાણીએ એર સ્ટ્રાઇક મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો#WATCH Delhi: Prime Minister Narendra Modi at ISKCON temple says, "Today is a very important day..." pic.twitter.com/zeyMmpjiiU
— ANI (@ANI) February 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion