શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં મોદીએ ટ્રમ્પનું ગળે લગાવીને કર્યું સ્વાગત, મેલાનિયા-ઇવાંકા પણ સાથે
એરપોર્ટ પર સ્વાગત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના પ્રવાસ પર સોમવારે સવારે ગુજરાતના અમદાવાદ પહોંચી ગયા છે. પીએમ મોદીએ અહીં એરોપ્રટ પર પ્રોટોકોલ તોડીને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ણ તેની સાથે રહ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, અહીં તેઓ પોતાના પૂરા પરિવાર સાથે આવ્યા છે.
એરપોર્ટ પર સ્વાગત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. એરપોર્ટથી ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો કરી ગાંધી આશ્રમ જશે. અહીં તેઓ થોડા સમય સુધી રોકાશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં ત્યાંથી ફરીથી રોડ શો કરી તેઓ મોટેરા સ્ટેડિયમ જશે. જ્યાં તેઓ સંબોધન કરશે.
મોટેરામાં સંબોધન કર્યા બાદ ટ્રમ્પ આગ્રા તાજ મહેલ જોવા માટે જશે. બાદમાં આગ્રાથી તેઓ સીધા દિલ્હી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
સ્પોર્ટ્સ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion