શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ PM મોદીની ભત્રીજીનું પર્સ છીનવી લૂંટારાઓ ફરાર, જાણો વિગતો
દમયંતી બેન મોદી આજે સવારે જ પરિવાર સાથે અમૃતસર અને ધર્મશાળા ફરીને દિલ્હી આવ્યા હતા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતિ મોદી દિલ્હીમાં લૂંટનો શિકાર બની હતી. દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં વડાપ્રધાન મોદીની ભત્રીજી સાથે સ્નેચિંગની ઘટના બની હતી. તેઓ પોતાના પિતા સાથે ઑટોમાં હતા. આ દરમિયાન સ્નેચર્સ તેમના હાથમાંથી પર્સ લૂંટીને ફરાર થઇ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર, તેમની બેગમાં બે મોબાઇલ ફોન, આધાર કાર્ડ, લાઇસન્સ અને રોકડા રૂપિયા હતા. જે સમયે આ ઘટના બની તે સમયે ત્યા પ્રહલાદ મોદી, તેમની દીકરી દમયંતિ મોદી, તેમના પતિ અને પૌત્રી હતા.
દમયંતી બેન મોદી આજે સવારે જ પરિવાર સાથે અમૃતસર અને ધર્મશાળા ફરીને દિલ્હી આવ્યા હતા. તેમણે સિવિલ લાઇન્સમાં આવેલા ગુજરાતી સમાજ ભવનમાં એક રૂમ બુક કરાવ્યો હતો. સવારે સાત વાગ્યે લગભગ તેઓ ઓટો રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે અચાનક બે બાઇક સવાર આવ્યા અને તેમનું પર્સ લઇને ભાગી ગયા હતા. તેમણે કહ્યુ કે, હું પ્રવાસથી પાછી ફરી રહી હતી અને આગળ પણ યાત્રા કરવાની હતી. મારી પાસે હાલમાં કોઇ ડોક્યુમેન્ટ નથી. સોફ્ટ કોપી પણ નથી. કારણ કે તે ફોનમાં હતી.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તે પ્રહલાદ મોદી અને તેમની દીકરીએ કહ્યું કે, આ એક સામાન્ય ઘટના છે. અમે તેની ફરિયાદ પણ સામાન્ય નાગરિક તરીકે કરી છે એક વડાપ્રધાન મોદીની ભત્રીજી તરીકે નહીં. અમે ઇચ્છીએ છે કે આ મામલાની તપાસ સામાન્ય ઘટના તરીકે થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion