શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ
પીએમ મોદી 2,354 લોકોને ફોલો કરે છે. છેલ્લા 10 મહિનામાં જ મોદીના ફોલોઅર્સની સંખ્યામાં એક કરોડનો વધારો થયો છે. જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.
નવી દિલ્હીઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા વધીને છ કરોડ થઈ ગઈ છે. પીએમ મોદી 2009થી ટ્વિટર પર સક્રિય છે. પ્રધાનમંત્રીના ટ્વિટર હેન્ડલ પ્રમાણે તેમના ફોલોઅર્સની સંખ્યા છ કરોડ પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર 2019માં મોદીના ફોલોઅર્સની સંખ્યા પાંચ કરોડ હતી.
પીએમ મોદી 2,354 લોકોને ફોલો કરે છે. છેલ્લા 10 મહિનામાં જ મોદીના ફોલોઅર્સની સંખ્યામાં એક કરોડનો વધારો થયો છે. જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.
ફોલોઅર્સના હિસાબે ટ્વિટર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નંબર વન છે. ઓબામાને મોદીથી ડબલ લોકો ફોલો કરે છે. હાલ તેમના ફોલોઅર્સની સંખ્યા 12 કરોડથી વધારે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 8 કરોડ 37 લાખ છે.
ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર બે કરોડ 16 લાખ ફોલોઅર છે. શાહ 2013માં ટ્વિટર સાથે જોડાયા હતા. રાજનાથ સિંહના એક કરોડ 78 લાખ ફોલોઅર્સ છે.
અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી
દુનિયાના ક્યા ક્યા દેશોમાં કોરોનાની રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ધમધોકાર ? ક્યા દેશમાં શું થઈ પ્રગતિ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion