(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Birthday : PM મોદીના બર્થ ડે પર આ રેસ્ટોરંટ પીરસી રહી છે વિશેષ થાળી, જાણો ખાસિયત
PM Modi Birthday: રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું છે કે આ પ્લેટ ખૂબ જ ખાસ છે. સુમિત કાલરાએ કહ્યું, જો કોઈ કપલ 40 મિનિટમાં આ થાળી પૂરી કરશે તો અમે તેમને 8.5 લાખ રૂપિયાનું ઇનામ આપીશું.
PM Narendra Modi Birthday : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ અવસર પર દિલ્હીની એક રેસ્ટોરાંમાં ખાસ થાળી લોન્ચ કરવામાં આવી છે. તેનું નામ છે - 56 ઇંચ મોદીજી. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર આ રેસ્ટોરન્ટ કનોટ પ્લેસમાં છે.
હોટલ માલિકે શું કહ્યું
તેના માલિક સુમિત કાલરાએ કહ્યું, "હું વડાપ્રધાન મોદીનું સન્માન કરું છું. તેઓ આપણા દેશનું ગૌરવ છે. તેના જન્મદિવસે તેને કંઈક ખાસ આપવા માંગતો હતો, તેથી અમે આ મહાથાળી તૈયાર કરી છે.
ગ્રાહકો પાસે શું હશે વિકલ્પ
ગ્રાહકો પાસે શાકાહારી અને માંસાહારી વિકલ્પો હશે. તેમાં 56 વસ્તુઓ છે. જોકે અમે ઇચ્છતા હતા કે પીએમ પોતે અહીં આવે અને તેનો આનંદ ઉઠાવે, પરંતુ સુરક્ષા કારણોને લીધે તે શક્ય નથી, પરંતુ જે લોકો ઇચ્છે છે તેઓ અહીં આવીને તેનો આનંદ માણી શકે છે.
કેવી રીતે મળશે ઈનામ
રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું છે કે આ પ્લેટ ખૂબ જ ખાસ છે. સુમિત કાલરાએ કહ્યું, "અમે આ પ્લેટ સાથે થોડું ઇનામ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કોઈ કપલ 40 મિનિટમાં આ થાળી પૂરી કરશે તો અમે તેમને 8.5 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો 17-26 સપ્ટેમ્બર વચ્ચે અમારી પાસે ખાવાનું ખાવા આવે છે અને આ થાળી ખાય છે. આવી સ્થિતિમાં, કોઈ ખાસ ભાગ્યશાળી વિજેતા અથવા દંપતી કેદારનાથની મુલાકાત લેવાની ટિકિટ જીતશે કારણ કે તે વડા પ્રધાન મોદીના પ્રિય સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન ઘણી વાર કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે, જેના કારણે સુમિતે ત્યાંની યાત્રાને સ્પોન્સર કરવા માટે ઈનામ પણ રાખ્યું છે.
પ્રદેશ ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પખવાડીયું તરીકે ઉજવશે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આમાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રીના ખેલો ઇન્ડિયા ફીટ ઇન્ડિયા ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને 18 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન રેસનું આયોજન કરવામાં આવશે.