PM Modi in G-20: 5 દિવસની વિદેશ યાત્રા પર PM મોદી, રોમ પહોંચ્યાં, G-20 શિખર સંમેલનમાં થશે સામેલ
વડાપ્રધાન પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર ઇટાલી પહોંચ્યા છે. તેઓ અહી જી-20 સમિટમાં ભાગ લેશે.
![PM Modi in G-20: 5 દિવસની વિદેશ યાત્રા પર PM મોદી, રોમ પહોંચ્યાં, G-20 શિખર સંમેલનમાં થશે સામેલ Pm narendra modi departs for Italy and Britain he will attend the g20 summit in rome PM Modi in G-20: 5 દિવસની વિદેશ યાત્રા પર PM મોદી, રોમ પહોંચ્યાં, G-20 શિખર સંમેલનમાં થશે સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/29/1015fcaa075ce6c9ad7a0add17be104a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi in G-20: 5 વડાપ્રધાન પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર ઇટાલી પહોંચ્યા છે. તેઓ અહી જી-20 સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં તે જી-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે અને ત્યાં થનારી જી-20 સમિટમાં ભાગ લેશે. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગીના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી ઇટાલી પહોચ્યા છે. આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરશે. બેઠક દરમિયાન આતંકવાદ રોકવા અને પરસ્પર વેપાર વધારવાની સંભાવના પર ચર્ચા થશે. પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર રવાના થતા અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોમમાં આયોજીત જી-20 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યો છું. જી-20 નેતાઓ સાથે કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તનથી થતા નુકસાન પર ચર્ચા થઇ શકે છે. દરમિયાન વડાપ્રધાન મોદી રોમ અને વેટિકન સિટીનો પણ પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બોરિસના આમંત્રણ પર તેઓ 1 થી 2 નવેમ્બર સુધી ગ્લાસગોમાં રહેશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જી-20 સમિટ આ વર્ષે ઇકોનોમિક અને હેલ્થ રિકવરી પર કેન્દ્રિત રહેશે. ક્લાયમેન્ટ ચેન્જ પર પણ જી-20 સંમેલનમાં ચર્ચા થશે. ભારતે પણ જી-20 મંચનો પ્રભાવી વૈશ્વિક સંવાદ માટે સારો ઉપયોગ કર્યો હતો. જી-20 દેશોની મહાબેઠક માટે ઇટલીમાં જે થીમ બનાવી છે, તેમાં જળવાયું પરિવર્તન,કોરોના અને આર્થિક રફતાર મુખ્ય મુદ્દો છે
આ પણ વાંચો
Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત
પોલીસ ગ્રેડ પેને લઈ રાજ્ય પોલીસ વડાની પ્રેસ કૉન્ફરન્સ, પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ
પોલીસ ગ્રેડ પેને લઈ રાજ્ય પોલીસ વડાની પ્રેસ કૉન્ફરન્સ, પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)