PM Modi Address : વડાપ્રધાન મોદીનુ સંબોધન, કહ્યું -દેશે 100 કરોડ વેક્સીનેશનનુ અસાધારણ લક્ષ્ય પુરુ કર્યુ
PM Modi To Address Nation Today: ગુરુવારે રેકોર્ડ 100 કરોડ કોરોના રસીકરણ પૂર્ણ થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાષ્ટ્રને સંબોધન કર્યુ.
LIVE
Background
PM Modi To Address Nation Today: ગુરુવારે રેકોર્ડ 100 કરોડ કોરોના રસીકરણ પૂર્ણ થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે રાષ્ટ્રને સંબોધન કર્યુ.
હવે દુનિયા ભારતને કોરોનાથી વધુ સુરક્ષિત માનશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, ભારતે પોતાના નાગરિકોને 100 કરોડ વેક્સિન ડૉઝનો એક પ્રભાવ એ પણ થશે કે દુનિયા હવે ભારતને કોરોનાથી વધુ સુરક્ષિત માનશે. Experts અને દેશ-વિદેશ અનેક agencies ભારતની અર્થવ્યવસ્થાને લઇને બહુજ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં ના માત્ર record investment આવી રહ્યાં છે પરંતુ યુવાઓ માટે રોજગાર નવા અવસર પણ ઉભા થઇ રહ્યાં છે. Start-ups માં record investment ની સાથે જ record Start-ups, Unicorn બની રહ્યાં છે.
ધ્યાન રાખવામાં આવ્યુ વેક્સીનેશન અભિયાન પર VIP કલ્ચર હાવી ના થાય- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી, તો ભારત પર સવાલો ઉઠવા લાગ્યા. શું ભારત આ વૈશ્વિક મહામારી સામે લડી શકશે? ભારત બીજા દેશોમાં આટલી વેક્સિન ખરીદવાના પૈસા ક્યાંથી લાવશે ? ભારતને વેક્સિન ક્યારે મળશે? બધાને સાથે લઇને દેશે ‘સબકો વેક્સિન-મુફ્ત વેક્સિન’નુ અભિયાન શરૂ કર્યુ. ગરીબ-અમીર, ગામડાં-શહેર, દુર દુર, દેશનો એકજ મંત્ર રહ્યો કે જો બિમારી ભેદભાવ નથી રાખતી તો વેક્સિનમાં પણ ભેદભાવ ના હોઇ શકે. એટલે ધ્યાન રાખવામાં આવ્યુ કે વેક્સિનેશન અભિયાન પર VIP કલ્ચર હાવી ના થાય.
આજે દુનિયામાં ભારતની પ્રસંશા થઇ રહી છે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું- આજે કેટલાય લોકો ભારતના વેક્સિનેશન પ્રોગ્રામની સરખામણી દુનિયાના બીજા દેશો કરી રહ્યાં છે. ભારતે જે ઝડપથી 100 કરોડનો, 1 બિલિયનનો આંકડો પાર કર્યો, તેની પ્રસંશા પણ થઇ રહી છે. પરંતુ આ વિશ્લેષણમાં એક વાત હંમેશા છુટી જાય છે કે આપણે આ શરૂઆત ક્યાંથી કરી. દુનિયાના બીજા દેશો માટે વેક્સિન પર રિસર્ચ કરવુ, વેક્સિન શોધવી, આમાં દાયકાઓથી તેને expertise હતુ. ભારત, મોટાભાગના આ દેશોની બનાવેલી વેક્સિન્સ પર જ નિર્ભર રહેતો હતો.
100 કરોડનો આંકડો પાર કરવો એક અસાધારણ લક્ષ્ય-પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ દેશા નામે સંબોધન શરૂ થઇ ગયુ છે. પીએમ મોદી કહ્યું કે, દેશમાં વેક્સિનેશનના 100 કરોડનો આંકડો પાર કરવો એક અસાધારણ લક્ષ્ય છે. આ માટે આખા દેશની પ્રસંશા થઇ રહી છે. ભારતના વેક્સિનેશન અભિયાનની સરખામણી દુનિયાના કોઇપણ દેશ સાથે નથી થઇ શકતી.
દેશના નામે સંબોધન પહેલા પીએમ મોદીએ બદલ્યુ Twitter એકાઉન્ટનુ DP
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના નામે પોતાના સંબોધન પહેલા પોતાના ટ્વીટર એકાઉન્ટની ડીપી બદલી નાંખી. નવી ડીપી ઇમેજમાં પીએમ મોદીએ 100 કરોડ વેક્સિનેશનના રેકોર્ડને દર્શાવ્યો છે. ડીપીમાં 100 કરોડ રસીકરણના આંકડો સુધી પહોંચવા બદલ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.