શોધખોળ કરો
Advertisement
કોલકત્તાઃ બેલૂર મઠમાં મોદીએ કહ્યુ- યુવાઓ સમજી ગયા CAA, નેતા સમજવા માંગતા નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તે દરમિયાન રવિવારે પીએમ મોદીએ બેલુર મઠના દર્શન કર્યા હતા અને સંતો સાથે મુલાકાત કરી હતી.
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તે દરમિયાન રવિવારે પીએમ મોદીએ બેલુર મઠના દર્શન કર્યા હતા અને સંતો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીએ બેલૂર મઠમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેલૂર મઠમાં આવવું તીર્થયાત્રાની જેમ છે. હું ભાગ્યશાળી છું કે તેમને બેલૂર મઠમાં રાતભર રહેવાની તક મળી છે. આ માટે બેલૂર વહીવટીતંત્ર અને પશ્વિમ બંગાળ સરકારનો આભાર માનું છું. પ્રોટોકોલની મજબૂરીઓ છતાં આ બધુ સંભવ થઇ શક્યું છે આ માટે હું સરકારનો આભારી છું.
તેમણે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ પર તેમને ગર્વ છે. સીએએના કારણે પૂર્વોત્તરના કોઇ બંધારણીય વ્યવસ્થા પર કોઇ અસર થશે નહીં. પાકિસ્તાનમાં લઘુમતિઓ પર જે અત્યાચાર થઇ રહ્યા છે તેનો પર્દાફાશ સીએએના કારણે થઇ શક્યો છે. યુવાઓને પાકિસ્તાનનું આ સત્ય સામે લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. દુનિયાભરમાં પાકિસ્તાનના જુલ્મ સામે ભારતીય યુવા અવાજ ઉઠાવી રહ્યો છે.#WATCH West Bengal: Prime Minister Narendra Modi meets saints and seers at Belur Math,Howrah pic.twitter.com/V8rGenECS5
— ANI (@ANI) January 12, 2020
વડાપ્રધાને કહ્યું કે, આટલી સ્પષ્ટતા છતાં કેટલાક લોકો સીએએને લઇને લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. મને ખુશી છે કે આજનો યુવા આવા લોકોના ભ્રમથી દૂર રહ્યો છે. તમારા જેવા યુવાઓ સીએએની વાતને સમજી ગયા છો પરંતુ રાજનીતિનો ખેલ ખેલનારા આ વાતને સમજવા માંગતા નથી. હું લોકોને આશ્વાસન આપું છું કે આ કાયદો લોકોને નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં. આ કાયદો રાતોરાત બન્યો નથી પરંતુ આ કાયદામાં સંસદ મારફતે ફક્ત એક સંશોધન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ધર્મના આધાર પર ઉત્પીદન લોકોને ભારતની નાગરિકતા મળે તેવું મહાત્મા ગાંધી ઇચ્છતા હતા. પીએમ મોદી શનિવારે મોડી સાંજે રામકૃષ્ણ મિશનના મુખ્ય મથક બેલુર મઠ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ તેઓએ રાત્રિ વિશ્રામ પણ અહીં જ કર્યું હતું.PM Modi: I repeat again, Citizenship act is not to revoke anyone's citizenship, but it is to give citizenship. After independence, Mahatma Gandhi ji and other big leaders of the time all believed that India should give citizenship to persecuted religious minorities of Pakistan pic.twitter.com/UFyC0MsnDe
— ANI (@ANI) January 12, 2020
પીએમ મોદીએ શનિવારે હાવડા બ્રિજ પર લાઈટ એન્ડ સાઉન્ડ શો કે બાદ હોડીમાં બેસીને બેલુર મઠ પહોંચ્યા અને અહીં સંતો સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેઓએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરી હતી.West Bengal: Prime Minister Narendra Modi pays tribute to Swami Ramakrishna Paramhamsa in Belur Math,Howrah pic.twitter.com/gIekuXB8yG
— ANI (@ANI) January 12, 2020
Prime Minister Office (PMO): PM Narendra Modi is at Belur Math, where he is interacting with respected saints and seers. pic.twitter.com/MOJG2UzPhw
— ANI (@ANI) January 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion