શોધખોળ કરો
Advertisement
ઔરૈયા દુર્ઘટનાઃ PM મોદીએ દુખ વ્યક્ત કરીને શું કહ્યું, જાણો વિગત
પીએમ મોદીએ ઔરૈયામાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ઘાયલોની સ્વાસ્થ્ય થવાની પ્રાર્થાના કરી છે.
નવી દિલ્હીઃ યૂપીના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો છે. અહીં બે ટ્રકોની ટક્કરમાં 24 પ્રવાસી મજૂરોના મોત થયા છે. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના મિહૌલી નેશનલ હાઈવે પર ઘટી છે. કહેવાય છે કે, ટ્રકોમાં સવાર મજૂરો દિલ્હીથી ગોરખપુર જઈ રહ્યા હતા.
પીએમ મોદીએ ઔરૈયામાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ઘાયલોની સ્વાસ્થ્ય થવાની પ્રાર્થાના કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "ઉત્તર પ્રદેશના ઔરૈયામાં સડક દુર્ઘટનાથી ખૂબ દુઃખ છે. સરકાર રાહત કાર્યમાં તત્પરતાથી લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઉપરાંત ઘાયલોની જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
ઔરૈયા દુર્ઘટના મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદની જાહેરાત કરી હતી. મૃતકોના પરિવારજનોને બે લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરાઇ હતી. કાનપુર અને ઔરૈયાની સરહદ પરના બે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યુ કે, ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો મોતને ભેટ્યાની ઘટના ખૂબ દુખદ છે. આ એ લોકો હતા જે ઘર ચલાવતા હતા. એટલા માટે સમાજવાદી પાર્ટી પ્રદેશના તમામ મૃતકના પરિવારને એક લાખ રૂપિયાની મદદ આપશે. નૈતિક જવાબદારી લેતા નિષ્ઠુર ભાજપ સરકાર પણ પ્રત્યેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપે. દેશમાં કોરોના સંકટને કારણે 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દેશમાં ડ્રાન્સપોર્ટ સેવાઓ ઠપ્પ છે. જેના કારણે પ્રવાસી મજૂરોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. સ્થિતિને જોતા હવે મજૂરો પલાયન કરવા મજબૂર બન્યા છે. આ ભયાનક સમયમાં દેશમાં અત્યાર સુધીમાં અનેક મજૂરો ચાલતા ચાલાત રોડ અને ટ્રેન અકસ્માતમાં માર્યા ગયા છે.उत्तर प्रदेश के औरैया में सड़क दुर्घटना बेहद ही दुखद है। सरकार राहत कार्य में तत्परता से जुटी है। इस हादसे में मारे गए लोगों के परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) May 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement