શોધખોળ કરો
Advertisement
PM મોદીની હવાઈ યાત્રા માટે મળશે ‘એરફોર્સ વન’ જેવું શુરક્ષિત વિમાન, આગામી મહિને થશે ડિલીવરી
પીએમ મોદી માટે બનાવવામાં આવેલ આ ખાસ પ્લેનમાં આગળના ભાગમાં EW જામર લાગેલ છે.
નવી દિલ્હીઃ પીએમ મોદીને ટૂંકમાં જ એક અભેદ્ય કિલ્લો મલાનો છે. આકાશમાં ઉડતો આ કિલ્લો એટલો સુરક્ષિત હશે કે દુશ્મન ઇચ્છે તો પણ તેનું કહીં બગાડી નહીં શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે વિમાનમાં પ્રવાસ કરે છે, ઠીક એવું જ વિમાન હવે પીએમ મોદી પણ ઉપયોગ કરવાના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના એરફોર્સ વન જેવું જ આ પ્લેન પીએમ મોદી માટે તૈયાર થઈ ગયું છે, આ બોઇંગ 777 વિમાન છે જેને અમેરિકામાં એક અભેદ્ય કિલ્લાની જેમ બદલવામાં આવ્યું છે.
પીએમ મોદી માટે બનાવવામાં આવેલ આ ખાસ પ્લેનમાં આગળના ભાગમાં EW જામર લાગેલ છે. આ દુશ્મના રડાર સિગ્નલને જામ કરી દે છે, ઇલેક્ટ્રોનિક સિગ્નલને જામ કરી દે છે, જેથી જો કોઈ તેના પર મિસાઈનલ ફાયર કરવામાં આવે તો તેને ટાર્ગેટ જ ન મળી શકે.
એટલું જ નહીં તેમાં સૌથી આધુનિક અને સિક્યોર સેટેલાીટ કોમ્યૂનિક્શન સિસ્ટ પણ લાગેલ છે. એટલે કે તેના દ્વારા પીએ મોદી માત્ર ગ્રાઉન્ડ પર જ સંપર્કમાં રહેવાની સાથે સાથે દુનિયાના કોઈપણ ખુણામાં વાતચીત કરી શકે છે. ખૂબ જ સુરક્ષિત હોવાને કારણે તેની વાતચીતને ટેપ પણ કરી શકાતી નથી.
પીએમ અને રાષ્ટ્રપતિ માટે આવા બે વિમાન લેવામાં આવ્યા છે. તેમાથી એક વિમાન આગામી મહિને જ ડિલીવર થવાનું છે. આ એરફોર્સના વાયલટ ઉડાવશે અને તેને ઇન્ડિયન એરફોર્સ વન કહેવામાં આવશે. આ બન્ને વિમાનની કિંમત અંદાજે 8458 કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion