PM swearing in ceremony : 9 જૂને મોદી સરકારનો શપથગ્રહણ સમારોહ, દિલ્હીમાં કાલથી બે દિવસ 'No Flying Zone'
PM swearing in ceremony : નરેન્દ્ર મોદીના સતત ત્રીજા શપથ ગ્રહણને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રવિવારથી બે દિવસ (જૂન 9 અને 10) માટે રાષ્ટ્રીય રાજધાનીને નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કર્યું છે.
PM swearing in ceremony : નરેન્દ્ર મોદીના સતત ત્રીજા શપથ ગ્રહણને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રવિવારથી બે દિવસ (જૂન 9 અને 10) માટે રાષ્ટ્રીય રાજધાનીને નો ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન પેરાગ્લાઈડર, પેરા-મોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAVs, UAS, હોટ એર બલૂન, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને રિમોટ ઓપરેટેડ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ રહેશે. આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Security tightened in Delhi ahead of Narendra Modi's swearing-in ceremony
— ANI Digital (@ani_digital) June 7, 2024
Read @ANI Story | https://t.co/r8hwvxl9h0#Delhi #DelhiPolice #PMModi #LokSabha2024 #OathTakingCeremony pic.twitter.com/9yU0zIML1B
પ્રતિબંધિત આદેશ જાહેર કરતા દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કહ્યું કે એવી માહિતી છે કે કેટલાક ભારત વિરોધી ગુનેગાર, અસામાજિક તત્વો અથવા આતંકવાદીઓ સામાન્ય જનતા, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે ખતરો બની શકે છે. તેમણે કહ્યું કે દિલ્હી વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવાની સાથે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની નજીક ડ્રોન અને લેસર બીમની ગતિવિધિઓને રોકવા માટે પ્રતિબંધિત આદેશો પણ લાદવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત છે. સુરક્ષા વિસ્તારોમાં કોઈપણ અનધિકૃત વાહન પ્રવેશ ન કરે તે માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Delhi Police prohibits flying sub-conventional aerial platforms like paragliders, para-motors, hang gliders, UAVs, UASs, microlight aircraft, remotely piloted aircraft over the jurisdiction of NCT of Delhi during the swearing-in ceremony of the central government on June 9
— ANI (@ANI) June 7, 2024
It…
ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્ય પથની આસપાસ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર. શપથ સમારોહ અહીં યોજાશે. હોટલની આસપાસ સુરક્ષાનું બીજું સ્તર જ્યાં વિદેશી વડાઓ અને મહાનુભાવો રોકાશે. જેમાં તાજ, મૌર્ય, લીલા અને ઓબેરોય હોટલનો સમાવેશ થાય છે. મધ્ય દિલ્હીની આસપાસ સુરક્ષાના ત્રીજા સ્તરમાં જમીનથી હવામાં દેખરેખ અને વ્યાપક સુરક્ષા કવચનો સમાવેશ થાય છે.
આ રીતે કડક દેખરેખ રહેશે
ગુપ્તચર એજન્સીઓ સુરક્ષા જોખમો વિશે માહિતી એકત્ર કરવા માટે વિદેશી એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. દરેક વિદેશી નેતા માટે વ્યક્તિગત ધમકીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હોટલના કર્મચારીઓના બ્રેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવશે. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને કોઈપણ સુરક્ષા જોખમોનો જવાબ આપવા માટે એક અલગ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે. રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે. કોઈપણ અનધિકૃત પ્રવેશને રોકવા માટે રાજ્યની સરહદો સીલ કરવામાં આવશે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારવામાં આવશે.