શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ ઘર બહાર બેસી જમી રહ્યા છે ઇન્સ્પેક્ટર, દરવાજા પરથી જોઇ રહી હતી દીકરી
વાસ્તવમાં આ તસવીર મધ્યપ્રદેશના ઇન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નિર્મલ શ્રીવાસની છે અને તેમની દીકરી છે. તેઓ કોરોના ઇન્ફેક્શનના ડરના કારણે ઘર બહાર બેસીને જમ્યા હતા.
ઇન્દોરઃ કોરોના સંકટના સમયમાં એક તસવીર વાયરલ થઇ છે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના જ ઘરની બહાર બેસીને જમી રહ્યા છે અને તેમની દીકરી તેમને દૂર દરવાજા પર બેસી જોઇ રહી છે. વાસ્તવમાં આ તસવીર મધ્યપ્રદેશના ઇન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નિર્મલ શ્રીવાસની છે અને તેમની દીકરી છે. ડ્યુટી પરથી સમય મળતા નિર્મલ જમવા માટે ઘરે પહોંચે છે પરંતુ કોરોના ઇન્ફેક્શનના ડરના કારણે ઘર બહાર બેસીને જમ્યા હતા. બાળકીએ નજીક આવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પણ દૂર રહેવા સમજાવવામાં આવી હતી. કારણ કે નિર્મલ પોતાની ડ્યુટી દરમિયાન ઘરની બહાર જ રહે છે અને તેમને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો રહે છે. એવામાં તે ઘરમાં ગયા નહી અને બાળકીને પણ પોતાની પાસે આવવા દીધી નહોતી.
આ તસવીરને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ તસવીરને ટ્વિટર પર શેર કરતા લખ્યુ કે, એક પિતા હોવાની ફરજ અને દેશના દીકરા હોવાની ફરજ. ઇન્દોરના નિર્મલજી તમે અને તમારા જેવા લાખો ભારત માતાના દીકરા-દીકરીઓને સલામ.
તે સિવાય અયોધ્યાના પોલીસ અધિકારી આશિષ તિવારીએ પણ તેને શેર કરી હતી. લોકો આ અધિકારીને સલામ કરી રહ્યા છે. લોકો તેમની દીકરીના પણ વખાણ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement