શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટની વચ્ચે PPE બની મુસીબત, AIIMSમાં નર્સોનું પ્રદર્શન, ડ્યૂટીના કલાક ઘટાડવાની કરી માગ
નર્સોના ગ્રુપનું કહેવું છે કે ડ્યૂટી દરમિયાન તેમને સતત 6 કલાક સુધી પીપીઈ કિટ પહેરીને કામ કરવું પડે છે.
નવી દિલ્હીઃ કોરોના વોરિયર્સ ડરેલા છે. મજબૂરીમાં દિલ્હીના AIIMSમાં નર્સ યૂનિયને પ્રદર્શન કર્યું. ડરનું કારણ કોરોના નથી પરંતુ કોરોનાથી બચવા માટે બનેલ પીપીઈ કિટ છે જે મુસિબત બની ગયું છે. કોરોના સંકટમાં લોકોના જીવ બચાવનાર આ કોરોના વોરિયર્સને પોતાની સુરક્ષાની માગને લેઈને ધરણા પર બેસવું પડ્યું.
એમ્સ પ્રશાસનના દરવાજા પર બેસેલ નર્સોના ગ્રુપનું કહેવું છે કે ડ્યૂટી દરમિયાન તેમને સતત 6 કલાક સુધી પીપીઈ કિટ પહેરીને કામ કરવું પડે છે. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહયું છે. કિટ પહેરીને કામ કરવા દરમિયાન તેમને અનેક પ્રકારની મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- પીપીઈ કિટ લાંબા સમય સુધી પહેરી રાખવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે.
- શરીરને નથી મળી શકતી હવા, શ્વાસ લેવાની સમસ્યા.
- માથામાં દુઃખાવો, આંખમાં જલન અને ચામડીના રોગ જેવી મુશ્કેલી.
- મોઢા પર લાગેલ ચશ્મામાંથી કંઈ સ્પષ્ટ દેખાતું નથી.
- અનેક નર્સિંગ સ્ટાફની તબીયત ખરાબ.
- પીપીઈ વારંવાર ઉતારવું શક્ય નથી હોતું માટે સ્વાસ્થ્યકર્મીઓએ ડાયપર પહેરીને કામ કરવું પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion