Magh Mela: પ્રયાગરાજના માઘ મેળામાં કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા, 72 લોકો પૉઝિટીવ નીકળતા ખળભળાટ
માઘ મેળામાં ગઇ રાત્રે 9 વાગ્યા સુધી 8 લાખ લોકોએ ગંગા નદીમાં ડુબકી લગાવી હતી. પ્રયાગરાજના માઘ મેળામાં આસ્થાના નામ પર મનમાની થઇ રહી છે.
Magh Mela: દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. ડબ્લ્યૂએચઓ પણ કોરોનાને લઇને ચેતાવણી આપી રહ્યુ છે. ત્યારે ભારતમાં એક એવી ઘટના બની છે જ્યાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી ગયા છે. પ્રયાગરાજના માઘ મેળામાં આ મહામારી વચ્ચે લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા અને કોરોનાના તમામ પ્રૉટોકૉલને નેવે મુકી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટના કાલે મકરસંક્રાંતિના સ્નાન દરમિયાન જોવા મળી હતી.
માઘ મેળામાં ગઇ રાત્રે 9 વાગ્યા સુધી 8 લાખ લોકોએ ગંગા નદીમાં ડુબકી લગાવી હતી. પ્રયાગરાજના માઘ મેળામાં આસ્થાના નામ પર મનમાની થઇ રહી છે. આ દરમિયાન મેળામાં ત્રણ લોકો વધુ પૉઝિટીવ નીકળ્યા હતા, જે પછી કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 72 થઇ ગયો છે.
શુક્રવારે પોલીસે બે જવાનો અને એક શ્રદ્ધાળુનો રિપોર્ટ પૉઝિટીવ હોવાની વાત કહી હતી. આ પછી માઘ મેળામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને 72 થઇ ગઇ છે. આટલા લોકો પૉઝિટીવ નીકળતા ખળભળાટ મચી ગયો હતો. સુત્રો અનુસાર, પ્રશાસન માઘ મેળામાં ઓછી તપાસ કરીને ઓછા પૉઝિટીવ બતાવવાનો ખેલ ખેલી રહ્યું છે. ખાસ વાત છે કે શુક્રવારે પ્રયાગરાજ જિલ્લામાં 402 લોકો કોરોના સંક્રમિત નીકળ્યા હતા.
આ પણ વાંચો...........
Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા
DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?
Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી