શોધખોળ કરો

Draupadi Murmu: કોલકાતા રેપ કેસ અંગે રાષ્ટ્રપતિએ એવું તે શું કહ્યું કે,TMC અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

Kolkata Rape and Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન આવ્યું છે.

Kolkata Rape and Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું કે હવે બહુ થયું. આ સમગ્ર ઘટનાથી તે નિરાશ અને ડરી ગયા છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધો સ્વીકાર્ય નથી. આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના પર નિવેદન આપ્યું છે. દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની વધતી જતી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પરના આવા અત્યાચારને સહન કરી શકે નહીં. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે ગુનેગારો અન્યત્ર ફરતા હતા. હવે બહુ થયું. સમાજે પ્રમાણિક અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હવે તેમના આ નિવેદન પર કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે. આ અંગે બન્ને પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યા છે.

કોંગ્રેસે રાષ્ટ્રપતિના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો 
કોંગ્રેસના નેતા પવન ખેડાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આદરણીય રાષ્ટ્રપતિ મગોદયા, માત્ર કોલકાતામાં જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, યુપી અને એમપી સહિત સમગ્ર દેશમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધો વિશે તમારે સરકારોને સલાહ આપવાની જરૂર છે. તમને મણિપુર અને મહિલા કુસ્તીબાજો સામે યૌન શોષણની ઘટનાઓ અને તેમને ન્યાય અપાવવા માટે આગળ આવવાની જરૂર છે. તમારે પક્ષની રાજનીતિથી આગળ જોવાની જરૂર છે. માત્ર વિપક્ષને જ નહીં પરંતુ સત્તાધારી ભાજપ અને તેની ડબલ એન્જિન સરકારોને પણ જવાબદાર ઠેરવવાની હિંમત બતાવો.

રાષ્ટ્રપતિના નિવેદન પર ટીએમસીની પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ પર દુઃખ વ્યક્ત કર્યું છે. હવે રાષ્ટ્રપતિના આ નિવેદન પર ટીએમસીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ટીએમસીના નેતા કુણાલ ઘોષે કહ્યું, મેં સાંભળ્યું છે કે રાષ્ટ્રપતિએ ફરીથી આરજી કર મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હું તેમનું સન્માન કરું છું. પરંતુ ઉન્નાવ, હાથરસ, બિલ્કિસ અને મણિપુર કેસમાં તેમના હૃદયમાં કોઈ પીડા નહોતી. તેણે ઓડિશા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ગુનાઓ કેમ જોયા નહીં? સાક્ષી મલિક જેવી છોકરીઓના વિરોધ દરમિયાન તે કેમ ચૂપ રહ્યા? શું ભાજપ વિરુદ્ધ બોલવું મુશ્કેલ છે?

આ પણ વાંચો...

Cabinet Decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં બનશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, 10 લાખ લોકોને મળશે રોજગારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget