શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાગરિકતા સંશોધન બિલને મળી રાષ્ટ્રપતિની મૂંજૂરી, ત્રણ દેશોના શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા
ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પર હસ્તાક્ષર કરતાં હવે આ કાયદો બની ગયો છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર સહી કરી દીધી છે. ગુરુવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ બિલ પર હસ્તાક્ષર કરતાં હવે આ કાયદો બની ગયો છે. આ પહેલા મોદી સરકાર સામે આ બિલને લઇને વિપક્ષનો જોરદાર હંગામો હતો જોકે સંસદના બન્ને ગૃહોમાં આ બિલને આસાનીથી પાસ કરાવવામાં આવ્યુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલને સોમવારે લોકસભામાં અને બુધવારે રાજ્યસભામાં પાસ કરાવ્યુ હતુ. આ બિલમાં પાકિસ્તાન, આફઘાનિસ્તા અને બાંગ્લાદેશમાંથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત છે, જોકે, બિલમાં વિદેશી મુસલમાનોની બાદબાકી કરવામાં આવી છે
લોકસભામાં બિલ પાસ.....
સોમવારે મોડી રાત્રે અમિત શાહે લોકસભામાં લાંબી ચર્ચા બાદ નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવી દીધુ હતુ, ભારે હંગામો અને મતવિભાજન બાદ આ બિલના સમર્થનમાં 311 મત પડ્યા, જ્યારે વિરોધમાં 80 સાંસદોએ મતદાન કર્યુ હતુ. એટલે બિ આસાનીથી પાસ થઇ ગયુ હતુ.
રાજ્યસભામાં બિલ પાસ....
બુધવારે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં બિલ પર વૉટિંગ થયુ હતુ, જેમાં બિલના સમર્થનમાં 125 મત પડ્યા, જ્યારે વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા.
શું છે નાગરિકતા સંશોધન બિલમાં....
બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.
બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion