(Source: ECI/ABP News/ABP Majha)
દ્રૌપદી મુર્મુના નોમિનેશનમાં આજે એનડીએનું શક્તિ પ્રદર્શન, PM મોદી સહિત BJP શાસિત રાજ્યોના CM રહેશે હાજર
રાષ્ટ્રપતિ પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે તેમના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે.
Presidential Election 2022: રાષ્ટ્રપતિ પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે તેમના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. મુર્મુ આજે બપોરે 12 વાગ્યે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિલ્હી પહોંચીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા (JP Nadda) સાથે મુલાકાત કરી હતી. ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ મુર્મુ શુક્રવારે વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમનું નામાંકન દાખલ કરશે. નામાંકન દરમિયાન રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓ ઓડિશાના સત્તાધારી બીજુ જનતા દળ (BJD) ના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. બીજેડીએ મુર્મુની ઉમેદવારીનું સમર્થન કર્યું છે.
Droupadi Murmu, the presidential candidate of Bharatiya Janata Party (BJP) led NDA, to file her nomination today in Delhi.
— ANI (@ANI) June 24, 2022
(file photo) pic.twitter.com/boy6PJwKRV
NDA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મુર્મુના નામાંકન પત્રોમાં વડાપ્રધાન મોદી પ્રથમ પ્રસ્તાવક હશે. ભાજપ અધ્યક્ષ નડ્ડા સહિત પાર્ટીના અન્ય ટોચના નેતાઓ પણ પ્રસ્તાવકોમાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રસ્તાવક અને સમર્થક તરીકે પ્રહલાદ જોશીના ઘરે દસ્તાવેજો પર સહી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે મુર્મુની ઉમેદવારીની દેશભરમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમણે ટ્વિટર પર મીટિંગની તસવીરો શેર કરી હતી.
NDA के राष्ट्रपति पद की प्रत्याशी श्रीमती द्रौपदी मुर्मू जी से भेंट कर उन्हें बधाई व शुभकामनाएं दीं।
— Amit Shah (@AmitShah) June 23, 2022
उनके नाम की घोषणा से ही जनजातीय समाज अत्यंत गौरव की अनुभूति कर रहा है।
मुझे विश्वास है कि उनके प्रशासनिक व सार्वजनिक अनुभव का लाभ पूरे देश को मिलेगा। pic.twitter.com/In4ddFZMoL
મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ઉપરાંત શાહ, નડ્ડા અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. એક ટ્વીટમાં શાહે કહ્યું કે, NDA વતી હું રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ જીને મળ્યો અને તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી. તેમના નામની જાહેરાતથી આદિવાસી સમાજ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છે.
શુક્રવારે ઉમેદવારી નોંધાવ્યા બાદ મુર્મુ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. તે દેશનો પ્રવાસ કરશે અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને મળશે અને ચૂંટણીમાં સમર્થનની વિનંતી કરશે. મુર્મુની જીતની શક્યતા પ્રબળ છે. જો તે જીતશે તો તે દેશની પ્રથમ આદિવાસી અને બીજી મહિલા રાષ્ટ્રપતિ હશે.