Prisoners : "જેલમાં કેદીઓના કપડા ઉતારી મહિલા અધિકારી જ બનાવે છે વીડિયો "
યુવકનું કહેવું છે કે, છેલ્લા 6 મહિનાથી તેની કાકી એક કેસમાં સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેણે ત્યાં તેને પોતાની સગી આંખે જોયેલા આ કૃત્ય વિષે તેની બહેન અને ભાભીને વાત કરી છે.
Inhuman Treatment Case of Women Prisoners : છત્તીસગઢની સેન્ટ્રલ જેલ અંબિકાપુરમાં મહિલા કેદીઓ સાથે કથિત અમાનવીય વ્યવહારનો મામલો સામે આવ્યો છે. અહીં જેલની જ મહિલા અધિકારી મહિલા કેદીઓના કપડા ઉતરાવે છે. એટલુ જ નહીં મહિલાઓની નગ્ન હાલતનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારવામાં આવે છે.
આ હિચકારી ઘટના અંગે એક યુવકે રાજ્યના માનવ અધિકાર પંચના અધ્યક્ષ, ગૃહ વિભાગના સચિવ, જેલ વિભાગના મહાનિર્દેશક, સુરગુજા કલેક્ટર અને મધ્યસ્થ જેલના અધિક્ષકને ફરિયાદ કરી છે. યુવકનું કહેવું છે કે, છેલ્લા 6 મહિનાથી તેની કાકી એક કેસમાં સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેણે ત્યાં તેને પોતાની સગી આંખે જોયેલા આ કૃત્ય વિષે તેની બહેન અને ભાભીને વાત કરી છે.
ફરિયાદ કરનાર યુવકે જણાવ્યું હતું કે, તે અને તેનો પરિવાર સમય સમય પર તેની કાકીને મળવા માટે સેન્ટ્રલ જેલમાં જાય છે. કાકીએ જણાવ્યું હતું કે, જેલમાં તૈનાત એક મહિલા અધિકારી અને મહિલા જેલ ગાર્ડને દર મહિને પૈસા આપવા પડશે. જો મહિલા કેદીને પૈસા આપવાનો ઇનકાર કરવામાં આવે તો તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે.
'મહિલા અધિકારીઓ મોબાઈલથી વીડિયો પણ બનાવે છે'
આટલું જ નહીં, અધિકારીઓ અને જેલ ગાર્ડ મહિલા નંબરદારોને કેદીઓના કપડા ઉતારીને અમાનવીય વર્તન કરે છે. આટલું જ નહીં મહિલા અધિકારી તેના મોબાઈલથી તેનો વીડિયો પણ બનાવે છે. આ પછી તે કહે છે કે તે આ વીડિયો તેના વિરોધીઓને મોકલશે.
અને એટલે દર મહિને આપવા પડે છે પૈસા
યુવકનો દાવો છે કે, કાકીએ તેને કહ્યું હતું કે, તેની સાથે આવું ના બને તે માટે તેણે દર મહિને પૈસા પણ ચૂકવવા પડશે. તો જ તે જેલમાં શાંતિથી જીવી શકશે અને ઠીક-ઠાક ભોજન મળી શકશે. ફરિયાદમાં યુવકે કહ્યું છે કે, તેની કાકીએ કરેલા ગુનાની સજા તેને મળશે.
રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની ખાતરી
પરંતુ, જેલમાં મહિલા કેદીઓ પાસેથી આ પ્રકારનું કૃત્ય માનવાધિકારનું છડેચોક ઉલ્લંઘન છે. તેમણે આ મામલે તપાસની માંગ કરી છે. યુવકની ફરિયાદના આધારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.