શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીના BJP પર પ્રહાર, કહ્યું- ભાજપના મંત્રી ગોળી મારવા માટે ઉશ્કેરશે તો આ બધુ થઈ શકે છે

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો.

નવી દિલ્હી: જામિયામાં થયેલી ફાયરિંગની ઘટનાને લઈને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપના જ મંત્રી ગોળી મારવા માટે ઉશ્કેરશે તો આ બધુ થઈ શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ કે તેઓ દિલ્હીને કેવી બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી કાઢવામાં આવેલા માર્ચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો. પ્રિયંકા ગાંધીએ ટ્ટિટ કરી કે, ‘જ્યારે ભાજપ સરકારના જ મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉશ્કેરશે, ભડકાઉ ભાષણ આપશે તો આ બધુ થવું શક્ય છે. વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે, તેઓ દિલ્હી કેવા પ્રકારની બનાવવા માંગે છે ? તેઓ હિંસા સાથે છે કે અહિંસા સાથે ? તેઓ વિકાસ સાથે છે કે અરજાકતા સાથે ? ’ કૉંગ્રેસ પ્રવતા મનીષ તિવારીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે આર્થિક મોરચે નિષ્ફળ રહ્યા બાદ હવે સરકારે દેશના ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. તેઓએ કહ્યું કે, ‘જામિયામાં જે ઘટના બની તે નફરતના માહોલ દર્શાવે છે. ધોળા દિવસે અને સેકડો લોકોની સામે ગોળીબાર દર્શાવે છે કે મોહાલ ઝેરીલો બની ગયો છે.’ જામિયા વિસ્તાર પાસે એક યુવકે પોલીસની સામે જ ફાયરિંગ કર્યું હતું જેમા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. હુમલાખોરની ઓળખ ગોપાલ તરીકે થઇ છે. સાથે જ પોતાને રામભક્ત બતાવી રહ્યો છે. પોલીસ હુમલાખોરના દાવાની સત્યતા ચકાસી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે. જામિયા ફાયરિંગ પર અમિત શાહે કહ્યું- આ પ્રકારની ઘટનાને સાખી નહીં લેવાઈ, દોષિતને છોડવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી રેલી દરમિયાન થોડા દિવસ પહેલા જ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે એક જનસભામાં નારેબાજી કરાવી હતી. ઠાકુરે દેશના ગદ્દારોને ...ગોળી મારો...ના નારા લગાવ્યા હતા. પ્રચારમાં ભડકાઉ ભાષણ કરવાર પર અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પ્રચાર કરવા પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર પર 72 કલાક અને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Embed widget