શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'America's Got Talent' જીતનારા ડાન્સર્સના ફેન થયા પ્રિયંકા ગાંધી, વીડિયો શેર કરી કહી આ વાત
જીત બાદ દેશ-વિદેશમાં આ ડાન્સ ગ્રૃપની ચર્ચા થઈ રહી છે. હવે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મુંબઈના આ ડાન્સ ગ્રૃપના ફેન થયા છે.
!['America's Got Talent' જીતનારા ડાન્સર્સના ફેન થયા પ્રિયંકા ગાંધી, વીડિયો શેર કરી કહી આ વાત Priyanka gandhi became a fan of dancers winning americas got talent 'America's Got Talent' જીતનારા ડાન્સર્સના ફેન થયા પ્રિયંકા ગાંધી, વીડિયો શેર કરી કહી આ વાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/23225419/PG.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: અમેરિકાના મશહૂર રિયાલિટી શો 'અમેરિકાજ ગોટ ટૈલેન્ટ: ધ ચેમ્પિયન 2020'માં આ વખતે મુંબઈના એક ડાન્સ ગ્રૃપ વી અનબીટેબલએ ફિનાલેમાં તમામને પાછળ છોડતા જીત મેળવી હતી. આ જીત બાદ દેશ-વિદેશમાં આ ડાન્સ ગ્રૃપની ચર્ચા થઈ રહી છે. હવે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મુંબઈના આ ડાન્સ ગ્રૃપના ફેન થયા છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિનાલે શોનો એક વીડિયો શેર કરતા લખ્યું, 'અમેરિકાજ ગોટ ટેલેન્ટ તમને જીતતા જોઈ મારી આંખોમાં આંસૂ આવી ગયા. વી અનબીટેબલ, તમારા પર ગર્વ છે. તમારો જુસ્સો અને આત્મા હંમેશા અપરાજેય રહે. તમારી મોટી ફેન.'
ઉલ્લેખનીય છે કે વી અનબીટેબલ ડાન્સ ગ્રૃપમાં નાના બાળકોથી લઈને યુવાનો ડાન્સર છે. ગત વર્ષે પણ આ ગ્રૃપે અમેરિકાના આ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો, પરંતુ ખિતાબ સુધી નહોતા પહોંચી શક્યા. પરંતુ આ વખતે મુંબઈના આ ગ્રૃપે પોતાની મહેનત અને ડાન્સ સ્કિલના કારણે તમામ લોકોના હોશ ઉડાવી દીધા હતા. જીત બાદ તેમનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણી હસ્તીઓએ તેમને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે પ્રિયંકા ગાંધીએ પણ આ ગ્રૃપની ફેન હોવાની વાત કહી છે.Watching you win AGT brought tears to my eyes....so, so proud of you V Unbeatable!! May your passion and spirit be “unbeatable” always! Huge fan...❤ pic.twitter.com/3aNqPw1XsA
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 23, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)