Vay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની વય વંદના યોજનાનો અમલીકરણ અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના 85 સ્થળોએ 70 વર્ષથી વધુ વયના નાગરિકોને વય વંદના કાર્ડ કાઢી અપવામાં આપવામાં આવશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 10 લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે. AMCના નિર્ણયથી શહેરમાં વસતા લાખો વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે.
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 70 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને મફત તબીબી સારવાર માટે વય વંદના યોજના અમલમાં મૂકી હતી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વય વંદના યોજનાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે એએમસીના 85 થી વધુ અર્બન હેલ્થ સેન્ટર CHC સેન્ટરમાં આધાર કાર્ડ સાથે વય વંદના યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આવશે. હોસ્પિટલમાં તેમને મફત સારવારનો લાભ મળી શકશે.
ભારત સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ તમામ વૃદ્ધોને 'આયુષ્માન વય વંદના' કાર્ડ આપવામાં આવશે. 70 વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધ નાગરિકોને 'આયુષ્માન ભારત' યોજનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. AMC દ્વારા તમામ સીનીયર સિટીઝન માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. 70 વર્ષથી વધુની ઉંમરના લોકો વય વંદના કાર્ડ કઢાવી શક્શે. સીનીયર સીટીઝનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે ભાઈ વંદના કાર્ડ કાઢી આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર સહિત 85 સ્થળો પર યોજનાનું કાર્ડ કાઢી આપવા વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. માત્ર આધાર કાર્ડ મારફતે સિનિયર સિટીઝન વય વંદના કાર્ડ મળશે. આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો રૂ.10 લાખ સુધીની સારવાર મફતમાં કરાવી શક્શે. લોકો આ યોજના હેઠળ બધી જ સરકારી હૉસ્પિટલો અને યોજના અંતર્ગત પેનલમાં આવતી અન્ય ખાનગી