શોધખોળ કરો

હિટ એન્ડ રન કાયદા સામે ટ્રક ડ્રાઇવરો હડતાળ પર: અનેક રાજ્યોમાં નાકાબંધી અને દેખાવો; નવા કાયદામાં ₹10 લાખનો દંડ, 7 વર્ષની જેલ

Truck Driver Strike: દેશમાં લાગુ થયેલા નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે.

Hit and Run Law Protest: ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) એ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. સંગઠને નાકાબંધી કરવાની હાકલ કરી હતી. ત્યારથી દેશભરમાં હડતાળ શરૂ થઈ ગઈ છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે 30 ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ બસની બારીના કાચ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. અહીં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ હડતાળની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળશે. ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. તે જ સમયે, પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ભારતમાં 28 લાખથી વધુ ટ્રક દર વર્ષે 100 અબજ કિલોમીટરથી વધુનું અંતર કાપે છે. દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાળને કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે.

સરકારે હિટ એન્ડ રનના કાયદા પર વિચાર કરવો જોઈએ

AIMTCની આગામી બેઠક 10 જાન્યુઆરીએ યોજાશે. જેમાં નિર્ણય લેવામાં આવશે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો સરકાર સમક્ષ તેમનો પક્ષ કેવી રીતે રજૂ કરવો.

નવી જોગવાઈ અંગે ચિંતા વ્યક્ત કરતાં AIMTCના પ્રમુખ અમૃત મદને કહ્યું કે હિટ એન્ડ રનના કેસમાં કડક પગલાં લેવાની જરૂર છે. આ નવા કાયદા પાછળ સરકારનો ઈરાદો સારો છે, પરંતુ પ્રસ્તાવિત કાયદામાં ઘણી ખામીઓ છે. આ અંગે ફરીથી વિચાર કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો ટ્રાન્સપોર્ટ સેક્ટર અને ટ્રક ડ્રાઈવરોનો છે. ભારત હાલમાં ડ્રાઇવરોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ સરકાર તેના પર કોઈ ધ્યાન આપી રહી નથી. આવી સ્થિતિમાં 10 વર્ષની સજાની જોગવાઈ બાદ હવે ટ્રક ચાલકોને નોકરી છોડવાની ફરજ પડી છે.

દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ

AIMTCનું કહેવું છે કે દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ છે. આવા કિસ્સાઓમાં, જ્યારે અકસ્માત થાય છે, ત્યારે કોઈપણ તપાસ કર્યા વિના તેને ડ્રાઇવરની ભૂલ માનવામાં આવે છે. તે જોવામાં આવતું નથી કે આમાં મોટા વાહન ચાલકનો દોષ છે કે નાના વાહન ચાવકનો.

આ મામલે ચેરમેન મદન કહે છે કે જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે ડ્રાઈવર પોતાને બચાવવાના ઈરાદાથી ભાગતો નથી, બલ્કે તે બેકાબૂ ભીડથી પોતાનો જીવ બચાવવા ભાગી જાય છે. આવી સ્થિતિમાં તેના પર સજા અને દંડ લાદવો યોગ્ય નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget