Pulwama Type Suicide Attack: પુલવામા હુમલાના 10 દિવસ બાદ આતંકીઓ ફરીથી તેવો હુમલો કરવા માંગતા હતા ! પૂર્વ સૈન્ય અધિકારીના પુસ્તકમાં ખુલાસો
પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા
KJS Dhillon Book Kitne Ghazi Aaye, Kitne Ghazi Gaye: જમ્મુ કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના જવાનો પર 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયેલા હુમલા જેવો જ સુસાઇડ હુમલો આતંકી 10 દિવસની અંદર કરવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ચિનાર કોર્પ્સના પૂર્વ અને નિવૃત્ત કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ KJS Dhillonએ તેમના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
How another Pulwama-type suicide attack by Pakistanis was thwarted within 10 days of main attack, reveals book by former Chinar Corps chief
— ANI Digital (@ani_digital) February 25, 2023
Read @ANI Story | https://t.co/qt9JwSzTID#PulwamaAttack #Pulwama #KJSDhillon #ChinarCorps pic.twitter.com/H6jlcSVKH4
પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરીને આવા જ આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે' નામના પુસ્તક આ વાતનો ખુલાસો કર્યો હતો.
ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ પુસ્તકમાં શું લખ્યું?
KJS Dhillonએ પુસ્તકમાં લખ્યું હતું કે ઘણા લોકો આત્મઘાતી હુમલા વિશે જાણતા નહોતા જેની યોજના ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં કરવામાં આવી હતી. જ્યાં સંભવિત આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટકો અને અન્ય હથિયારો દર્શાવતો એક વીડિયો બનાવ્યો હતો અને તેની યોજનાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે તેનું વાહન સીઆરપીએફના કાફલાની બસ સાથે અથડાવ્યું હતું , જેમાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ઘાયલ થયા હતા.
KJS Dhillonએ લખ્યું હતું કે જોકે, જ્યારે ગુપ્તચર અને અન્ય એજન્સીઓને આ ઓપરેશનની યોજના વિશે જાણ થઈ ત્યારે તેઓએ તરત જ મોડ્યુલને નિષ્ક્રિય કરવાનું નક્કી કર્યું હતું. ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડરે લખ્યું હતું કે પુલવામા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ તેમની કામગીરી વધુ ઝડપી બનાવી હતી અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટવર્કને ભેદવામાં સફળતા મળી હતી. તેમણે લખ્યું કે એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામ ગામમાં જૈશ આતંકવાદીઓના મોડ્યુલની હાજરી વિશે ગુપ્ત માહિતી એકઠી કરી હતી, જ્યાં તેઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
KJS Dhillonએ આ અધિકારીને શ્રેય આપ્યો હતો
KJS Dhillonએ તેમના પુસ્તક માટે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અમન કુમાર ઠાકુરને શ્રેય આપ્યો, જેમણે સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટ સાથે આતંકવાદીઓ વિશેના ઈનપુટ શેર કર્યા અને ફ્રન્ટથી પોતાના લોકો સાથે ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.