શોધખોળ કરો
Advertisement
દિલ્હી પાલમ એરપોર્ટ પર PM મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે શહીદોના પાર્થિવ શરીર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ બીપીન રાવત પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
Pulwama Attack: આજે શહીદોના તેમના વતનમાં થશે અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો
ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેઓએ કહ્યું કે ભારત સરકાર શહીદોના પરિવારની સાથે ઊભી છે. સેનાને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. સરહદ પારની તાકાતને સફળ નહીં થવા દઈએ. જમ્મુ કાશ્મીરના લોકો અમારી સાથે જ છે.Delhi: Prime Minister Narendra Modi lays wreath on the mortal remains of the CRPF jawans. #PulwamaTerrorAttack pic.twitter.com/59BBNzTmBI
— ANI (@ANI) February 15, 2019
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જાણકારી મુજબ ઉત્તરપ્રદેશના શહીદોને પ્રયાગરાજ મોકલવામાં આવશે. આ સાથે જ અલગ-અલગ પ્રદેશોના શહીદોના પાર્થિવ શરીરને હેલિકોપ્ટર દ્વારા તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવશે.Delhi: Congress President Rahul Gandhi and Union Minister Rajyavardhan Singh Rathore lay wreaths on the mortal remains of the CRPF jawans. #PulwamaTerrorAttack pic.twitter.com/I0gOjmriEV
— ANI (@ANI) February 15, 2019
Delhi: Home Minister Rajnath Singh, Defence Minister Nirmala Sitharaman and Delhi CM Arvind Kejriwal lay wreaths on the mortal remains of the CRPF jawans. #PulwamaTerrorAttack pic.twitter.com/gxHAHhzQWy
— ANI (@ANI) February 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement