વરસાદમાં ચાલુ હતું રોડનું કામ, વીડિયો વાયરલ થતા PWDના ચાર અધિકારી સસ્પેન્ડ
આ અધિકારીઓ ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું કામ કરી રહ્યા હતા. વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
પંજાબ સરકાર (Punjab government) એ પીડબલ્યૂડી (Public Works Department) વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દિધા છે. આ અધિકારીઓ ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું કામ કરી રહ્યા હતા. આ ઘટના પંજાબના હોશિયારપુર (Hoshiarpur) જિલ્લાની છે, જ્યાં વરસાદમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH पंजाब: होशियारपुर में बारिश के दौरान सड़क निर्माण का वीडियो वायरल हुआ। राज्य सरकार ने PWD के 4 अधिकारियों को निलंबित किया। pic.twitter.com/h0damuomlP
— ANI_HindiNews (@AHindinews) July 10, 2022
રોકવા છતા રોડ બનાવી રહ્યા હતા
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વરસાદની વચ્ચે એક યુવક તેમને આ રીતે સરકારી સંસાધનોનો દુરુપયોગ ન કરવા કહે છે. તેમ છતાં ત્યાં હાજર આ અધિકારીઓ કામ અટકાવતા નથી. વરસાદ અને પાણી ઓસર્યા બાદ યુવક તેમને રસ્તો બનાવવાનું કહે છે પરંતુ તેઓ અટકતા નથી.
પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી
આ વીડિયો વાયરલ થયા બાદ પંજાબ સરકારે (Government of Punjab) PWDના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, પંજાબ સરકારે હજુ સુધી આ અધિકારીઓ પાસેથી સરકારી સંસાધનો અને વરસાદમાં વેડફાઈ ગયેલા સરકારી નાણાંની વસૂલાત કરશે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી.
આ પણ વાંચોઃ
GOA : ગોવામાં કોંગ્રેસ પતનના આરે, 11 માંથી 10 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા