શોધખોળ કરો
Advertisement
વિગં કમાંડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારતમાં કરશે એન્ટ્રી, કોંગ્રેસના કયા નેતાએ PMને સ્વાગત માટે કરી અપીલ
નવી દિલ્હી: ભારતના આક્રમક વલણ સામે આખરે પાકિસ્તાને ઝુકવું પડ્યું છે. ભારતના સતત વળતાં પ્રહાર અને આંતરરાષ્ટ્રી સ્તરે ઊભા થયેલા દબાણને કારણે પાકિસ્તાને ભારતના ઘુંટણીયે પડવું પડ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાની સંસદમાં સંબોધન કરવા દરમિયાન જણાવ્યું હતું કે, ભારતના પાઈલટને અમે સન્માન સાથે ભારત પરત મોકલીશું.
છેલ્લાં ત્રણ દિવસથી પાકિસ્તાની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસનેના વિંગ કમાન્ડર અભિનંદન આજે છૂટીને ભારતની ધરતી પર આવશે. વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ શુક્રવારના રોજ એટલે કે આજે કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર પર જશે. ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે, અભિનંદનના સદભાવ તરીકે છોડાશે. સૂત્રોના મતે તેણે ભારતીય હાઇકમિશનને સોંપી શકે છે.
વિંગ કમાન્ડર અભિનંદનના છૂટકારાના સમાચારથી વાયુસેના એ રાહતના શ્વાસ લીધા છે ત્યાં કહેવાય છે કે ભારત જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની વિરૂદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર દબાણ ચાલુ રાખશે. ભારતીય પક્ષ ઈમરાન ખાનની ગંભીરતાને લઈ હજુ પણ સહમત નથી. તેમણે કહ્યું કે, ઇમરાને શાંતિની વાત આંતરરાષ્ટ્રીય દબાણમાં કહી.
આ બધાંની વચ્ચે કોંગ્રેસના નેતા અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, તેઓ અભિનંદનનું સ્વાગત કરવા માંગે છે. તેમણે કહ્યું કે આદરણીય નરેન્દ્ર મોદીજી, હું પંજાબના સહરદી વિસ્તારની મુલાકાત પર છું અને અત્યારે અમૃતસરમાં છું. મને ખબર પડી કે પાકિસ્તાન સરકારે અભિનંદનને વાઘા બોર્ડરથી છોડવાનો નિર્ણય કર્યો છે. આ મારાં માટે સન્માનની વાત હશે કે, હું ત્યાં જઈને તેમનું સ્વાગત કરું. અભિનંદન અને તેમના પિતા એ મારી જેમ એનડીએમાંથી ટ્રેનિંગ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement