શોધખોળ કરો

દોઢ વર્ષ બાદ આજે નવા રંગરૂપમાં ખુલશે જલિયાંવાલા બાગ, PM મોદી કરશે ઉદ્ઘાટન

જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય રાજ્યસભા સાંસદ શ્વેત મલિકના જણાવ્યા અનુસાર, જલિયાંવાલા બાગનું નવીનીકરણ લગભગ 20 કરોડ રૂપિયા સાથે કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલિયાંવાલા બાગની નવી ગેલેરી રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે. આજે સાંજે 6.25 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે અને આ સાથે જલિયાંવાલા બાગના દરવાજા દોઢ વર્ષ પછી નવા રંગરૂપ સાથે ખોલવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી, રાજ્યપાલ અને પંજાબના મુખ્યમંત્રી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, પંજાબના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે.

હવે ઘણું બધું નવું અને સુંદર જલિયાંવાલા બાગમાં જોવા મળશે. અહીંના શહીદી કૂવાને સંપૂર્ણ રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. નવી ગેલેરી, બુલેટના નિશાનવાળી દિવાલો પણ સચવાયેલી છે. જેથી અહીં આવતા લોકો આ બે સ્થળોને ખાસ જોઈ શકે અને આઝાદીના ઈતિહાસમાં જીવ ગુમાવનારા લડવૈયાઓને યાદ કરી શકે.

પ્રવાસીઓએ કોઈ ટિકિટ લેવાની રહેશે નહીં

જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય રાજ્યસભા સાંસદ શ્વેત મલિકના જણાવ્યા અનુસાર, જલિયાંવાલા બાગનું નવીનીકરણ લગભગ 20 કરોડ રૂપિયા સાથે કરવામાં આવ્યું છે. તેમાં લાઈટ એન્ડ સાઉન્ડ અને ડિજિટલ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. જ્યાં 80 લોકોની બેઠક ક્ષમતા હશે જેથી તેઓ જલિયાંવાલા બાગ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે.

સાંસદ મલિકે જણાવ્યું કે જલિયાંવાલા બાગ ઉદ્ઘાટન બાદ રાત્રે 9 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. તેમણે કહ્યું કે વિકાસ કાર્ય હાથ ધરતી વખતે બગીચાની હેરિટેજ સાથે છેડછાડ કરવામાં આવી નથી, પ્રવાસીઓએ કોઈ ટિકિટ લેવી પડશે નહીં.

જણાવી દઈએ કે, 2019માં કોવિડને કારણે કેન્દ્રએ નરસંહારના 100માં વર્ષને યાદ કરવા માટે સ્મારક માટે 19.36 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. હાલમાં સંસ્કૃતિ મંત્રાલય હેઠળ પુનઃસ્થાપન કાર્ય અને સુવિધાઓનું સર્જન (જેમ કે શૌચાલય, ટિકિટિંગ કાઉન્ટર અને પીવાનું પાણી) હાથ ધરવામાં આવ્યું છે. કોવિડના ફેલાવાને રોકવા માટે પંજાબમાં કોઈપણ પ્રકારના રાજકીય મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કારણે જલિયાંવાલા બાગ સ્મારકનું બહુપ્રતીક્ષિત ઉદઘાટન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget