Congress: કોંગ્રેસમાં પ્રાદેશિક લેવલ પર કકળાટ થતાં બે જૂથોમાં વહેંચાયા નેતાઓ, ઝઘડો દિલ્હી સુધી પહોંચ્યો
આ વિવાદ હવે પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વેડિંગ અને પ્રતાપ સિંહ બાજવા સુધી પહોંચી ગયો છે. બાજવા વતી અક્ષય શર્મા જૂથને આ મામલે હાઈકમાન્ડ સાથે વાત કરવાની ખાતરી આપવામાં આવી છે.
Punjab News: ફરી એકવાર કોંગ્રેસ નેતાઓમાં ઝઘડાને લઇને સમાચારો વહેતા થયા છે, ફરી એકવાર કોંગ્રેસમાં પ્રાદેશિક ધોરણે ડખો ઘૂસ્યો છે. પંજાબ કોંગ્રેસમાં યુથ કોંગ્રેસના વડાને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. સ્થિતિ એ છે કે હવે પક્ષના નેતાઓ વચ્ચે પરસ્પર ઝપાઝપી શરૂ થઈ ગઈ છે. પૂર્વ મંત્રી બ્રહ્મ મહિન્દ્રાના દીકરો મોહિત મહિન્દ્રાની યુથ કોંગ્રેસના વડા તરીકે નિમણૂક થતાં પક્ષના નેતાઓ બે જૂથમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગને સલાહ આપતા જોવા મળ્યા હતા.
મોહિત મહિન્દ્રાની જીત પર ઉભા થયા સવાલો -
અક્ષય શર્માએ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર પોતાને વિજયી જાહેર કર્યા. શર્માનો આરોપ છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ નકલી મતોનો હવાલો આપીને મોહિત મહિન્દ્રાને વિજેતા જાહેર કર્યા હતા અને રાજા વાડિંગ મોહિત મહિન્દ્રાને મળ્યા અને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. આ સાથે જ મોહિત મહિન્દ્રાને પણ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદના શપથ લેવડાવ્યા હતા.
બે ભાગોમાં વહેંચાઇ કોંગ્રેસ -
યુથ કોંગ્રેસના પ્રમુખને લઈને કોંગ્રેસ હવે બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ કોંગ્રેસના પ્રધાન બ્રહ્મ મહિન્દ્રાના દીકરા મોહિત મહિન્દ્રાનો છે, જેમને યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બીજો જૂથ અક્ષય શર્માનો છે, જે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જીતનો દાવો કરી રહ્યા છે. બીજીબાજુ પ્રતાપ સિંહ બાજવા અમરિંદર સિંહ રાજા વાડિંગને આ મામલે બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપતા જોવા મળ્યા હતા.
દિલ્હી સુધી પહોંચ્યો કોંગ્રેસનો કકળાટ -
આ વિવાદ હવે પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વેડિંગ અને પ્રતાપ સિંહ બાજવા સુધી પહોંચી ગયો છે. બાજવા વતી અક્ષય શર્મા જૂથને આ મામલે હાઈકમાન્ડ સાથે વાત કરવાની ખાતરી આપવામાં આવી છે. બીજીબાજુ પ્રધાન પદ પર પોતાની જીતનો દાવો કરનાર અક્ષય શર્મા પોતાના 600 કાર્યકરો સાથે દિલ્હી ગયા અને કોંગ્રેસ હાઈકમાન્ડ ઓફિસની બહાર ધરણા કર્યા.
ચૂંટણીની પારદર્શિતા પર પણ ઉઠ્યા સવાલો -
યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અક્ષય શર્માનું કહેવું છે કે તેઓ મતગણતરી દરમિયાન આગળ હતા. આ દરમિયાન નકલી મતદાનના કારણે મતગણતરી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ થોડા સમય બાદ ફરી જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારે તેમના ખાતામાં નકલી વોટિંગ દર્શાવવામાં આવ્યું અને મોહિત મહિન્દ્રાને વિજેતા જાહેર કરવામાં આવ્યા. શર્મા કહે છે કે જ્યારે તેમના જૂથના તમામ પ્રભારીઓ અને કાર્યકર્તાઓ જીતી ગયા છે તો તેઓ કેવી રીતે હારી શકે. અક્ષય શર્માએ ચૂંટણીમાં પારદર્શિતા ન રાખવાનો આરોપ લગાવ્યો છે.