શોધખોળ કરો
Advertisement
દિલ્લીના IGI એરપોર્ટ પર થયું રેડિયોએક્ટિવ લીક, ફેલાયો ખળભળાટ
નવી દિલ્લી: દિલ્લીના ઈંદિરા ગાંધી અતંરરાષ્ટ્રીય હવાઈમથકમાં ટર્મિનલ-3ના કાર્ગો ટર્મિનલ પર રેડિયો એક્ટિવ પદાર્થ લીક થવાના અહેવાલ મળ્યા પછી ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયરબ્રિગેડના અધિકારી તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ તપાસ પછી તેમને કોઈ ખતરાને નકારી દીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, આ લીક કેંસરની દવાઓના કારણે થઈ હતી, જે એર ફ્રાંસના વિમાનમાંથી આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘રેડિયોએક્ટિવ લીક ખબૂ મામૂલી હતું અને તેને લઈને ચિંતાની કોઈ વાત નથી.’
ફાયરબ્રિગેડના અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું, ‘વિમાન મથકે સવારથી લગભગ 10.45 વાગે મેડિકલ સાધનથી શંકાસ્પદ રેડિયોએક્ટિવ પદાર્થ લીક થવાનો ફોન આવ્યો હતો. ‘તેમને વધુમાં કહ્યું કે, એર ફ્રાંસથી આવેલા આ મેડિકલ સાધનને કાર્ગો ટર્મિનલ પર રાખવામાં આવ્યો હતો.
સૌથી પહેલા એરપોર્ટથી ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવી લીધો હતો અને ફાયરબ્રિગેડના અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ જથ્થાને ટર્મિનલ મોકલ્યો હતો. જ્યારે પોલીસે જણાવ્યું કે, ‘આ વિસ્તાર મુસાફરોના વિસ્તારથી 1.5 કિલોમીટર દૂર હતો. આ વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે અને તેની ઘેરાબંદી કરી દેવામાં આવી છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion