શોધખોળ કરો
રાફેલ મામલે સરકારની ગુલાંટ, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં લીક થયા છે
![રાફેલ મામલે સરકારની ગુલાંટ, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં લીક થયા છે rafale documents not stolen petitioners used photocopies attorney general venugopal રાફેલ મામલે સરકારની ગુલાંટ, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં લીક થયા છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/09071502/3-rafale-documents-not-stolen-petitioners-used-photocopies-attorney-general-venugopal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અટર્ની જનરલ કે કે વેણુગોપાલે શુક્રવારે દાવો કર્યો છે કે રાફેલ સંબંધિત દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી ચોરી નથી થયા અને સુપ્રીમ કોર્ટમાં દાઘલ પોતાના જવાબમાં તેમનો કહેવાનો મતલબ એ હતો કે અરજીકર્તાએ પોતાની અરજીમાં વાસ્તવિક ડોક્યુમેન્ટની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે.
વેણુગોપાલે પીટીઆઈને કહ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવી રહ્યા છે કે મેં સુપ્રીમ કોર્ટમાં દલીલ આપી હતી કે દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી થઈ ગયા છે. એમ કહેવું કે દસ્તાવેજ ચોરી થયા છે તે સાવ ખોટું છે.
ઉલ્લેખનીય છે કે મામલાની સુનાવણી દરમિયાન બુધવારે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે જે દસ્તાવેજો ઉપર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિશ્વાસ કરી રહ્યા છે તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયા છે. રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયેલા દસ્તાવેજનો મામલો એટલો ગંભીર છે કે તેમને ઓફિશિયલ સીક્રેટ એક્ટ 1923 પ્રમાણે અભિયોજનનો સામનો કરવો પડશે. સરકાર આ મામલે ક્રિમીનલ એક્શન લેવા ઉપર વિચાર કરી રહી છે. દસ્તાવેજોની ચોરીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
![રાફેલ મામલે સરકારની ગુલાંટ, કહ્યું- દસ્તાવેજ ચોરી નહીં લીક થયા છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/09071451/1-rafale-documents-not-stolen-petitioners-used-photocopies-attorney-general-venugopal.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)