શોધખોળ કરો
Advertisement
હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી સાથે પોલીસે કરી ધક્કમુક્કી, બાદમાં કરાઈ ધરપકડ
ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે.
લખનઉ: ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. તેમને પોલીસ પોતાની ગાડીમા લઈને ગઈ છે. પ્રિયંકા ગાંધી પણ સાથે છે. ધરપકડ પહેલા રાહુલ ગાંધી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધીએ પૂછ્યું ક્યા કાયદાનું અમે ઉલ્લંઘન કર્યું છે.
રાહુલ ગાંધીએ પૂછ્યું કઈ કલમ હેઠળ મારી ધરપકડ કરવામાં આવી છે. એકલા જવું એ કલમ 144નું ઉલ્લંઘન કઈ રીતે. રાહુલ ગાંધીની આ દલીલ પર હાજર પોલીસ અધિકારીએ કહ્યું કે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાથરસના મામલે પ્રિયંકા ગાંધી યોગીસરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. તેમણે SITની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
પ્રિયંકાએ બુધવારે ટ્વીટ કર્યું હતું અને મુખ્યમંત્રી યોગીને 3 સવાલ પૂછ્યા હતા. તેમનો સૌથી મોટો સવાલ એ હતો કે કુટુંબમાંથી બળજબરીથી છીનવીને પીડિતાના દેહને સળગાવી દેવાનો આદેશ કોને આપ્યો હતો ?
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement