શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી: રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, કહ્યું- હિંસાથી ‘ભારત માતા’ને નુકસાન
રાહુલ ગાંધીએ કહ્યું, હિંદુસ્તાનના જે રીતે ભાગલા પાડવામાં આવી રહ્યાં છે, તેનાથી ભારતમાતાને કોઈ ફાયદો નથી થવાનો. દેશની રાજધાનીમાં જ્યારે હિંસા થાય છે ત્યારે દુનિયામાં ભારતના સન્માન પર આંચ આવે છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન લોકોને પણ મળ્યા હતા. રાહુલ ગાંધી બ્રિજપુરીની અરુણ મોર્ડન પબ્લિક સ્કૂલમાં પણ ગયા હતા. આ સ્કૂલને તોફાનીઓએ આગ લગાવી દીધી છે. આ સ્કૂલ કૉંગ્રેસ નેતા ભીષ્મ શર્માની છે.
રાહુલ ગાંધીએ કહ્યું, બધાએ સાથે મળીને રહેવું પડશે. નફરતથી કોઈને ફાયદો નથી. તેમણે કહ્યું, આ એક શાળા છે અને તે દેશનું ભવિષ્ય છે. આ શાળાને નફરત અને હિંસાએ સળગાવી છે. તેનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત એ પ્રગતીના દુશ્મન છે. હિંદુસ્તાનના જે રીતે ભાગલા પાડવામાં આવી રહ્યાં છે, તેનાથી ભારતમાતાને કોઈ ફાયદો નથી થવાનો. રાહુલ ગાંધીએ કહ્યું, દેશની રાજધાનીમાં જ્યારે હિંસા થાય છે ત્યારે દુનિયામાં ભારતના સન્માન પર આંચ આવે છે.
Delhi: Rahul Gandhi and other Congress leaders leave for violence-affected areas of North East Delhi. #DelhiViolence pic.twitter.com/q2YPcWCD0I
— ANI (@ANI) March 4, 2020
રાહુલ ગાંધી સથે કૉંગ્રેસ નેતા અધીર રંજન, ચૌધરી, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, ગૌરવ ગોગોઈ અને કુમારી સેલજા પણ હતા. દિલ્હીમાં થયેલી હિંસામાં 47 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપદ્રવિઓએ સેંકડો દુકાનો, ઘર અને ગોડીઓને આગના હવાલે કરી દીધી હતી. આ મામલે દિલ્હી પોલીસે 1000થી વધુ લોકોની ધરપકડ કરી છે.
કૉંગ્રેસ દિલ્હી હિંસાને લઈ પોલીસને જવાબદાર ગણાવી રહી છે અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion