Rahul Gandhi Press Conference: રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- 70 વર્ષમાં ઉભી કરાયેલી સંપત્તિ વેચી રહી છે સરકાર
Rahul Gandhi Press Conference: NMP ને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમણે બધુ જ વેચી નાખ્યું છે.
Rahul Gandhi Press Conference: NMP ને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમણે બધુ જ વેચી નાખ્યું છે. કેંદ્ર સરકારે યુવાઓના હાથમાંથી રોજગાર છીનવી લીધો છે. પીએમ મોદી પોતાના મિત્રોની મદદ કરી રહ્યા છે. કોરોનામાં સરકારે કોઈ મદદ નથી કરી.
રાહુલ ગાંધીએ આંકડાઓ સાથે સરકાર પર પ્રહાર કર્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, “રોડ, રેલવે, પાવર સેક્ટર, પેટ્રોલિયમ પાઇપલાઇન, ટેલિકોમ, વેરહાઉસિંગ, માઇનિંગ, એરપોર્ટ, પોર્ટ, સ્ટેડિયમ આ બધુ કોને જઈ રહ્યું છે ? આ બધું બનાવવામાં 70 વર્ષ લાગ્યા છે. આ ત્રણ કે ચાર લોકોને આપવામાં આવી રહ્યું છે, તમારું ભવિષ્ય વેચવામાં આવી રહ્યું છે. ત્રણ-ચાર લોકોને ભેટ તરીકે આપવામાં આવી રહ્યું છે. " આંકડાઓનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે સરકારે 400 સ્ટેશન, 150 ટ્રેન, પાવર ટ્રાન્સમિશન નેટવર્ક, પેટ્રોલિયમ નેટવર્ક, સરકારી ગોડાઉન, 25 એરપોર્ટ અને 160 કોલસાની ખાણો વેચી છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયમાં પણ એકાધિકાર હતો. આપણે ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખાનગીકરણની વિરુદ્ધ નથી પરંતુ અમે ખાનગીકરણ તર્ક સાથે કર્યું હતું. અમે રણનીતિક ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું નથી અને અમે રેલ્વેને રણનીતિક ઉદ્યોગ તરીકે માનીએ છીએ કારણ કે તે લાખો કરોડો લોકોને પરિવહન કરે છે અને લાખો લોકોને રોજગારી પણ આપે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે લાંબા સમયથી ખોટ કરનારા ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું છે. અમે એવી કંપનીઓનું ખાનગીકરણ કર્યું છે કે જેનો ન્યૂનતમ બજાર હિસ્સો છે. અમે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના એકાધિકારને અટકાવવાની ક્ષમતા સાથે જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ કર્યું નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ તમામ ખાનગીકરણ ઇજારાશાહી માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં પાવર, ટેલિકોમ, વેરહાઉસિંગ, માઇનિંગ, એરપોર્ટ, પોર્ટનું ખાનગી કરણ કરવામાં આવી રહ્યું છે, તમે જાણો છો કે કોના હાથમાં બંદરો છે કોને એરપોર્ટ મળી રહ્યા છે.
ઇજારાશાહી સાથે જ તમને રોજગાર મેળવાનું બંધ થશે. આ દેશના તમામ નાના અને મધ્યમ ઉદ્યોગો જે તમને આવતીકાલે રોજગાર આપશે તે બંધ થઈ જશે