રાહુલ ગાંધીએ કેંદ્ર પર નિશાન સાધ્યું, કહ્યું- સરકાર વેક્સીન નહી, બ્લૂ ટિક માટે લડી રહી છે
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર અને કેંદ્ર સરકાર હાલના દિવસોમાં એકબીજાની સામ સામે છે. પહેલા આટીના નવા નિયમોને લઈ ટ્વિટર અને કેંદ્ર સરકાર વચ્ચે વિવાદ થયો અને બાદમાં ઉપરાષ્ટ્રપતિ સહિત આરએસએસના નેતાઓના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાને લઈ કેંદ્રએ ટ્વિટર સામે વાંધો ઉઠાવ્યો છે. હવે આ વિવાદને લઈ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, બ્લૂ ટીક માટે મોદી સરકાર લડી રહી છે. કોવિડની વેક્સિન જોઈએ તો આત્મનિર્ભર બનો. પોતાના આ ટ્વિટ સાથે તેમણે હેશટેગમાં લખ્યું પ્રાથમિક્તા.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ ટ્વિટ કેંદ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા નવા આઈટી નિયમોનું પાલન ન કરવા પર ટ્વિટરને અંતિમ નોટીસ મોકલ્યા બાદ આવ્યું છે. સરકારે અમેરિકા સ્થિત મુખ્યાલય વાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માપદંડોનુ પાલન કરવામાં વિફળ રહેવા પર ફરીથી દંડનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
કોરોના મહામારીમાં રાહુલ ગાંધી સતત કેંદ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધીએ વેક્સિનના મુદ્દાને લઈ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. એક ખબરને શેર કરતા રાહુલે લખ્યું કે વેક્સિનની ખરીદી કેન્દ્ર સરકાર કરે અને વિતરણ રાજ્ય સરકાર- હું આ કહેતો આવ્યો છું. વેક્સિન વિતરણની નિષ્પક્ષ નીતિના અભાવમાં મોદી સરકારની અસમાનતા નીતિ આવું પરિણામ આપશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યા છે. તેમણે ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા 8.5 કરોડ, રસી ઉત્પાદન થયુ 7.94 કરોડ અને રસી લાગી 6.1 કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે 12 કરોડ રસી આવશે. ક્યાંથી ? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થઈ જશે ? રસીના બજેટના 35 હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા ? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.'