(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi in Telangana: રાહુલ ગાંધીએ કહ્યુ- તેલંગણામાં CM નહીં પણ રાજા, કોગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરશે
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજે ખેડૂતોની વિધવાઓ અહીં મંચ પર છે, રડી રહી છે. આ જવાબદારી કોની? તે એકલી નથી, તેલંગાણામાં હજારો બહેનો છે જેમના પતિએ આત્મહત્યા કરી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વારંગલમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ તેલંગાણામાં કહ્યું હતું કે આ એક નવું રાજ્ય છે, તે સરળતાથી બનાવવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આ રાજ્યના યુવાનો, અહીંની માતાઓએ આ રાજ્ય બનાવવા માટે પોતાનું લોહી અને આંસુ આપ્યા છે. આ રાજ્ય કોઈ એક વ્યક્તિ માટે નથી બન્યું. તે એક સપનું હતું, તેલંગાણાના લોકોનું સપનું હતું.
BJP knows Congress will never end up in a deal with them, which is why it wants TRS govt in Telangana. Its proof is that Telangana CM can steal as much money as he wants and BJP govt (Centre) doesn't send ED after him: Congress leader Rahul Gandhi in Warangal, Telangana pic.twitter.com/SsLwX4yp40
— ANI (@ANI) May 6, 2022
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8 વર્ષ થઈ ગયા, હું તમને પૂછવા માંગુ છું કે તેલંગાણાના સપનું અને પ્રગતિનું શું થયું? સમગ્ર તેલંગાણા જોઈ શકે છે કે એક પરિવારને ઘણો ફાયદો થયો છે. પરંતુ હું તમને પૂછવા માંગુ છું કે તેલંગાણાના લોકોને શું ફાયદો થયો? શું તમને રોજગાર મળ્યો?
Telangana's farmers need not be scared. As soon as Congress forms govt, Rs 2 lakh (farm) loans will be waived off and you (farmers) will get the right MSP. This will be done in a few month's time (of Congress forming govt): Congress leader Rahul Gandhi in Warangal, Telangana pic.twitter.com/HjMfsxHLAA
— ANI (@ANI) May 6, 2022
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજે ખેડૂતોની વિધવાઓ અહીં મંચ પર છે, રડી રહી છે. આ જવાબદારી કોની? તે એકલી નથી, તેલંગાણામાં હજારો બહેનો છે જેમના પતિએ આત્મહત્યા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે તેલંગાણામાં કહેવામાં આવે છે કે મુખ્યમંત્રી છે, પરંતુ તે મુખ્યમંત્રી નથી, રાજા છે. રાજા અને મુખ્યમંત્રી વચ્ચે શું તફાવત છે? રાજા પ્રજાનો અવાજ સાંભળતા નથી, મુખ્યમંત્રી પ્રજાનો અવાજ સાંભળે છે.
'2 લાખની લોન માફ કરશે'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે છત્તીસગઢમાં અમારી સરકાર છે, ત્યાં અમે બે વચનો આપ્યા હતા, જે પૂરા કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતોએ કહ્યું કે અમને લોન માફીની જરૂર છે. અમે તેમનો અવાજ સાંભળ્યો, તમે ત્યાં જાઓ અને પૂછો કે અમે ખેડૂતો માટે શું કર્યું છે. આજે તમારા મુખ્યમંત્રી માત્ર ઉદ્યોગપતિઓનો અવાજ સાંભળે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણામાં કોઈપણ પરિવારે ગભરાવાની જરૂર નથી. અહી કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ અમારી પાર્ટી 2 લાખની લોન માફ કરશે. રાહુલે કહ્યું કે આ ખાલી શબ્દો નથી. તેલંગણાનું સપનું ખેડૂતોની સુરક્ષા વિના પૂર્ણ થઈ શકે તેમ નથી.