શોધખોળ કરો

Lok Sabha Election: રાહુલ ગાંધી આપશે રાજીનામું અને વાયનાડથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત

Lok Sabha Election 2024: રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2024માં વાયનાડ અને રાયબરેલી બેઠકો પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે, તેમણે એક બેઠક ખાલી કરી છે. હવે કોંગ્રેસે આ અંગે મોટી જાહેરાત કરી છે.

Rahul Gandhi and Priyanka Gandhi News: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress president Mallikarjun Kharge) સોમવારે (17 જૂન) જાહેરાત કરી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ (Vacant Wayanad Lok Sabha seat) લોકસભા સીટ છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ (Rahul Gandhi will keep the Raebareli seat રહેશે. આ સાથે ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાયનાડથી ચૂંટણી લડશે.

નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 જીત્યા હતા. કાયદા પ્રમાણે તેણે એક બેઠક છોડવી પડી. મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી રાજીનામું આપશે.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજની બેઠકમાં નક્કી થયું કે પ્રિયંકા ગાંધી હવે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે રાયબરેલી બેઠકનો ગાંધી પરિવાર સાથે ઘણો સંબંધ છે. રાયબરેલીના લોકો અને પાર્ટીના લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ પરથી જ સાંસદ રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે વાયનાડ સીટ પર પણ રાહુલ ગાંધીને લોકોનો પ્રેમ મળ્યો છે, પરંતુ કાયદો તેને મંજૂરી આપતો નથી. જેના કારણે તેઓ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલી બેઠક પરથી સંસદમાં જશે. તેમણે કહ્યું કે વાયનાડના લોકોને હવે રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીનું પ્રતિનિધિત્વ મળશે.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું

મીટિંગ બાદ મીડિયાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. વાયનાડનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હશે. હું સારા પ્રતિનિધિ બનવાનો પ્રયત્ન કરીશ. રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે અને મેં રાયબરેલી અને અમેઠી માટે ઘણું કામ કર્યું છે. હું રાયબરેલીમાં પણ ભાઈને મદદ કરીશ. અમે વાયનાડ અને રાયબરેલીમાં પણ એકબીજાને મદદ કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી

શું પેશાબ પીવાથી વ્યક્તિ ખરેખર સ્વસ્થ રહે છે? જાણો નિષ્ણાંતો શું કહે છે
શું પેશાબ પીવાથી વ્યક્તિ ખરેખર સ્વસ્થ રહે છે? જાણો નિષ્ણાંતો શું કહે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપMega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યાAmreli News: સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા ખેડુતો પરેશાનVadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
Surat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ, ધોધમાર વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી
શું પેશાબ પીવાથી વ્યક્તિ ખરેખર સ્વસ્થ રહે છે? જાણો નિષ્ણાંતો શું કહે છે
શું પેશાબ પીવાથી વ્યક્તિ ખરેખર સ્વસ્થ રહે છે? જાણો નિષ્ણાંતો શું કહે છે
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં વાવણી થતાં જ નકલી બિયારણનો ખેલ થયો શરૂ, હૈદરાબાદની કંપનીએ ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

Utility: બેંક ડીટેલ અપડેટ કર્યા વગર નથી ઉપાડી શકાતા પીએફના પૈસા, આ રીતે ઘરે બેઠા કરો અપડેટ

Embed widget