Rahul Gandhi : કોંગ્રેસ નેતા ભાન ભુલ્યા, રાહુલને સજા સંભળાવનારા સુરત કોર્ટના જજને ખુલી ધમકી
Rahul Gandhi News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા બાદ તરત જ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસે તમામ રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો.
Rahul Gandhi News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજા બાદ તરત જ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસે તમામ રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. સંસદથી રોડ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા. હવે આ મામલામાં કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને સજા સંભળાવનારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જજ એચએચ વર્માને ધમકી આપી છે.
તમિલનાડુના ડિંડીગુલમાં કોંગ્રેસની SC/ST પાંખ રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરી રહી હતી. દરમિયાન પાર્ટીના જિલ્લા વડા મણિકંદને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, 23 માર્ચે સુરત કોર્ટે અમારા નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જસ્ટિસ એચ વર્મા સાંભળીલો, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે તમારી જીભ કાપી નાખીશું.
કોંગ્રેસ નેતા સામે કેસ દાખલ
હવે કોંગ્રેસ નેતા મણિકંદન આ નિવેદન આપીને ફસાયા છે. તમિલનાડુ પોલીસે તેની સામે ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ડિંડીગુલ પોલીસે તેના નિવેદનની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં પોતાની એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, મોદી સરનેમ ધરાવતા તમામ લોકો ચોર છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં કેસ દાખલ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો અને 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના જજે તેને દોષિત ઠેરવ્યો અને બે વર્ષની સજા સંભળાવી. જો કે તેને તરત જ જામીન પણ મળી ગયા હતા.
દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ
રાહુલ ગાંધીને સજા થતાં જ તેમનું લોકસભા સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ મામલે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ કાળા કપડા પહેરીને સંસદમાં આવ્યા હતા. ચાર દિવસ પહેલા રાહુલ ગાંધી સજા રદ કરાવવા ગુજરાતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં 13 એપ્રિલે સુનાવણી થશે.
Surat Breaking: ગુજરાતમાં કઈંક મોટું થવાના એંધાણ, શું રાહુલ ગાંધી જશે જેલમાં?
Surat Breaking: કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રણનીતિમાં મોટો બદલાવ આવવાના સંકેત મળી રહ્યા છે. એવાં પણ અહેવાલો મળી રહ્યા છે કે, રાહુલ ગાંધી જેલમાં જઈ શકે છે. રણનીતિમાં બદલાવ આવતા દેશભરના કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચી રહ્યા છે. આજે ટૂંક સમયમાં રાજસ્થાનના CM અશોક ગેહલોત સુરત પહોંચશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આવતીકાલે સવાર સુધીમાં મોટી સંખ્યામાં સુરત પહોંચશે.