શોધખોળ કરો

Rain: 120 વર્ષમાં આ વર્ષે સૌથી સૂકો રહ્યો ઓગસ્ટ મહિનો, સામાન્ય કરતા 33 ટકા ઓછો વરસાદ વરસ્યો

ઓગષ્ટમાં સામાન્ય કરતા 33 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો

Rain: વર્ષ 2023નો ઓગસ્ટ મહિનો 120 વર્ષમાં સૌથી સૂકો રહેનારો ઓગષ્ટ મહિનો બન્યો હતો. ઓગષ્ટમાં સામાન્ય કરતા 33 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો. સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ સુધી પણ ચોમાસાના છેલ્લા વરસાદની કોઈ શક્યતા નથી. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છે અને દેશ હજુ પણ વરસાદને તરસી રહ્યો છે.

હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણના કેટલાક વિસ્તારો સિવાય ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વર્ષનો ઓગસ્ટ વર્ષ 1901 પછીનો સૌથી સૂકો ઓગસ્ટ રહ્યો છે. ચોમાસાના વિરામને કારણે ઉત્તરપૂર્વ અને હિમાચલ-ઉત્તરાખંડ સિવાય ઓગસ્ટમાં ઓછો વરસાદ વરસ્યો છે.  આ કારણે ઓગસ્ટનું સરેરાશ તાપમાન 27.55 ડિગ્રી રહ્યું હતું. આ વલણ મુજબ, જ્યારે ઓગસ્ટ મહિનાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તે ઇતિહાસમાં સૌથી ગરમ ઓગસ્ટ મહિનો બની શકે છે.                          

અત્યાર સુધીમાં ઓગસ્ટના 29 દિવસમાંથી 25 દિવસમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટમાં ચોમાસાનો ત્રીજો વિરામ ચાલી રહ્યો છે જે આ સપ્તાહના અંત સુધી ચાલુ રહી શકે છે. ઓગસ્ટના અંતમાં આ ચોમાસાનો વિરામ ઇતિહાસમાં ચોથો સૌથી મોટો ચોમાસાનો વિરામ હશે. આ ઓગસ્ટમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે. આ આંકડો વધીને 35 ટકા થઈ શકે છે. આ ઓગસ્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી વરસાદની અછત હશે.                 

ઓછા વરસાદ પાછળના કારણોની વાત કરીએ તો આ વખતે 20 વર્ષ બાદ ઓગષ્ટમાં બીજી વખત ચોમાસાના વિરામની સ્થિતિ સર્જાઈ છે. અહીં વરસાદનું કારણ બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ આ વખતે સ્ટ્રોંગ નથી.. ચોમાસાની ટ્રફ લાઈનનો છેડો હિમાલયની તળેટીમાં ગયો છે. તો મધ્ય ભારતની આસપાસ ક્યાંય વરસાદ માટે હજુ પણ મજબૂત સિસ્ટમ નથી

અલ નિનો છેલ્લા 65 વર્ષમાં 14 વખત પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયો છે. આ 9 સમયમાં ભારતમાં મોટા પાયે દુષ્કાળ પડ્યો હતો. પરંતુ તેની અસર હળવી હતી. હવામાનશાસ્ત્ર અને ક્લાયમેટ ચેન્જ સ્કાયમેટના પ્રમુખ જી.પી. શર્માએ સંભાવના વ્યક્ત કરી છે કે 2023માં 1991 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વાસ્તવમાં જો સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ હોય તો હવામાનશાસ્ત્રની વ્યાખ્યામાં તેને મધ્યમ દુષ્કાળનું વર્ષ કહેવામાં આવે છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget