Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
જામનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી.

જામનગર: જામનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. હાલ તો ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
પ્લેન ક્રેશ થયા બાદ આગ લાગી
A Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited: Defence Sources pic.twitter.com/apuRWN3wc8
— ANI (@ANI) April 2, 2025
ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ હાલ તો સ્થળ પર પહોંચી છે. એરફોર્સનું આ પ્લેન હોવાની માહિતી સામે આવી છે. આ પ્લેનમાં બે લોકો સવાર હતા. જિલ્લા કલેકટર અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ ચારો તરફ આગ લાગી છે. આગના કારણે દોડધામ મચી ગઈ છે.
પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી
જામનગર નજીક સુવરડા ગામની સીમમાં આ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી છે. હાલ તો ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગયો છે. પ્લેનના ટુકડા થઈ ગયા હતા.
#WATCH | A Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat.
— ANI (@ANI) April 2, 2025
Prem Sukh Delu, SP Jamnagar, says, "There were two pilots in the (Jaguar) trainer aircraft of the Air Force. One has been rescued and taken to the hospital. Operations are underway to rescue the other pilot..." pic.twitter.com/QhJuICyZmI
પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમા આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા માહિતી આપવામાં આવી છે કે, આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોચ્યું હતું.
જામનગરના કાલાવાડ રોડ પર આવેલા સુવરડા ગામ પાસે અચાનક પ્લેન ક્રેશ થતા ભાગદોડ મચી ગઇ હતી. પ્લેન ક્રેશ થતા ભયંકર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. એક પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયટર પ્લેનમાં બે પાયલટ સવાર હતા.





















