શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી 3 દિવસ સુધી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક પર પાણી વરસતા ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદઃ ચોમાસાની વિદાય વેળાના વરસાદથી પરેશાન ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. જે ડીપ ડીપ્રેશનના કારણે રાજ્યમાં વરસી રહ્યો હતો વરસાદ. તે નબળું પડ્યાનો હવામાન વિભાગે દાવો કર્યો છે. જો કે આગામી 3 દિવસ રાજ્યમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પણ 22 તારીખ પછી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગઈકાલે વરસેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક પર પાણી વરસતા ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણએ મગળફી અને કપાસને ફાકને ભારે નુકસાન થયું હતું.
બીજી બાજુ અમરેલીની ઇશ્વરિયામાં પણ વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી હતી.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પણ વરસાદને પગલે બાજરી અને જુવારનો ઉભો પાક જમીનદોસ્ત થયો હતો. તો કપાસના ઝીંડવા ખરી ગયા હતા.
ખેતરોમાં ઉભા પાકની લણણીની તૈયારી હતી એવા જ સમયે વરસેલા વરસાદના કારણે પાકની સાથે ખેડૂતોની આશાઓ પર પણ પાણી ફરી વળ્યા હત. 15 ઓકટોબર બાદ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું હોય ખેડૂતોએ મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના હેઠલ વળતર ચુકવવાની માગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion