શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોને ભગાડવા કરશું કેંદ્રનુ સમર્થન: રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ નાગરિકતા સંશોધન કાયદા પર કેંદ્ર સરકારને સમર્થન આપવાની વાત કહી છે.
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે સીએએ પર ચર્ચા થઈ શકે છે, પરંતુ આપણે કોઈ એવા વ્યક્તિને દેશમાં શરણ કેમ આપીએ, જે ગેરકાયદેસર રીતે બહારથી આવ્યા હોય?
તેમણે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોને બહાર કરવા માટે અમે કેંદ્ર સરકારને સમર્થન કરશું. તેમણે આગળ કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર રાજ્યના ગૃહમંત્રી અથવા મુખ્યમંત્રીને મળીશ.
રાજ ઠાકરેએ આગળ કહ્યું કે અમે 9 ફેબ્રુઆરીના પાકિસ્તાન અને બાંગ્લાગદેશથી ભારત આવેલા ગેરકાયદેસર ઘુસણખોરોને ભગાડવા એક વિશાળ રેલીનું આયોજન કરીશું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં બાલા સાહેબ ઠાકરેની જયંતી પર પાર્ટીનો નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો છે. આ સિવાય રાજ ઠાકરેના પૂત્ર અમિત ઠાકરેએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે.Raj Thackeray, Maharashtra Navnirman Sena (MNS) chief, in Mumbai: We will take out a huge rally on 9th February to drive illegal infiltrators, from Pakistan and Bangladesh, out of India. https://t.co/EuQq9JQBf9
— ANI (@ANI) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion