Ashok Gehlot Covid Positive:રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત કોરોના સંક્રમિત
Ashok Gehlot tests positive for covid 19: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
Ashok Gehlot tests positive for covid 19: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મંગળવારે સીએમ ગેહલોતે ટ્વિટ કરીને લખ્યું- છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.
Rajasthan CM Ashok Gehlot tests positive for #COVID19. He tweets that he has moderate symptoms and would work from his residence for the next few days, as per doctors' suggestions. pic.twitter.com/21e2TbxtuX
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 4, 2023
સીએમ અશોક ગેહલોતની તબિયત સવારથી જ ખરાબ હતી. જે બાદ તેમનો અમૃતસર જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. આગામી થોડા દિવસો સુધી મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી સરકારી કામકાજ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિભાગીય બેઠકોમાં હાજરી આપશે.
Omicron variants: કોરોનાને લઈ ચોંકાવનારો ખુલાસો, દેશમાં મચશે હાહાકાર?
કોરોના વાયરસે ફરી એકવાર માથુ ઉચક્યું છે જેણે દુનિયાભરમાં ચિંતા વધારી છે. કોરોનાના વધુ ત્રણ વેરિયન્ટ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓમિક્રોનનાના આ ત્રણેય વેરિયન્ટ નોઈડામાં મળ્યા છે. આ સારી સ્થિતિ ખરેખર ગંભીર છે. સાથે જ નોઈડા નવા કોરોના કેસોનું કેન્દ્ર બની રહ્યું છે. 24 કલાકમાં અહીં કોરોનાના 9 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 133 થઈ ગઈ છે. જેમાંના મોટાભાગના દર્દીઓ એસિમ્પટમેટિક હોય છે. એટલે કે, લક્ષણો ઓછા છે અથવા બિલકુલ દેખાતા નથી.
નોએડામાં સામે આવેલા કોરોનાના એમિક્રોનના આ ત્રણેય વેરિયેન્ટમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5નો સમાવેશ થાય છે. નોએડામાં 8 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીની હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં દર્દીઓમાં XBB.2.3, XBB.1 અને XBB.1.5 વેરિઅન્ટ જોવા મળ્યા છે. XBB વેરિઅન્ટ એ BA.2.75 અને BA.2.10.1 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇન છે. આ વેરિયન્ટ કેટલા ખતરનાક છે અને તેના લક્ષણો શું છે?
Omicronના XBB પ્રકારને અત્યંત ચેપી માનવામાં આવે છે. તે કોરોનાના કેસ ઝડપથી વધવા માટે જવાબદાર છે. ગયા વર્ષે પણ આ વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ જોવા મળ્યા હતા. તેમની હાજરી મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં જોવા મળી હતી. સિંગાપોરમાં પણ આ પ્રકારને કારણે કેસ ઝડપથી વધ્યા હતા. ઓમિક્રોન શરીરની રોગપ્રતિકારક શક્તિને થાપ આપવા માટે જાણીતો છે. તે અત્યંત ચેપી પણ છે. હવે નોઇડામાં XBB વેરિઅન્ટ જોવા મળ્યું છે.