શોધખોળ કરો

Rajasthan Opinion Poll: રાજસ્થાનમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP ને મળશે સત્તા ? ઓપિનિયન પોલના આંકડાએ કર્યા હેરાન 

રાજસ્થાનમાં આજથી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે ભાજપે રાજ્યમાં તેના 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

Rajasthan ABP Cvoter Opinion Poll 2023: રાજસ્થાનમાં આજથી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે ભાજપે રાજ્યમાં તેના 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ દરમિયાન, એબીપી ન્યૂઝ અને સી-વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે, જેમાં સામાન્ય જનતાને પૂછવામાં આવ્યું હતું કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજસ્થાનમાં કોની સરકાર બનશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનની તમામ 200 વિધાનસભા સીટો પર એક તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 23 નવેમ્બરે થશે અને પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે.

રાજસ્થાનમાં કરવામાં આવેલા આ ઓપિનિયન પોલમાં પૂછવામાં આવ્યું હતું કે શું જનતા કોંગ્રેસ સરકારને પાછી લાવશે કે પછી પીએમ મોદીના ચહેરા પર ભાજપને સત્તાના શિખરે લઈ જશે. આ અંગે લોકોમાંથી ચોંકાવનારો પ્રતિભાવ મળ્યો છે. જેમાં આ વખતે રાજસ્થાનમાં ભાજપની જીત જોવા મળી રહી છે. સર્વે મુજબ આ વખતે રાજસ્થાનની 200 સીટોમાંથી કોંગ્રેસને 59-69 સીટો, બીજેપીને 127-137 સીટો મળી શકે છે જ્યારે અન્યને 2-6 સીટો મળી શકે છે.

રાજસ્થાનના ઓપિનિયન પોલમાં વોટ શેર

સ્ત્રોત- સી વોટર
રાજસ્થાન
કુલ બેઠકો - 200

કોંગ્રેસ-42%
ભાજપ-47%
અન્ય - 11%

રાજસ્થાનના ઓપિનિયન પોલમાં સીટોનો ડેટા

સ્ત્રોત- સી વોટર
રાજસ્થાન
કુલ બેઠકો - 200

કોંગ્રેસ-59-69
ભાજપ-127-137
અન્ય -2-6  

કયા રાજ્યમાં કોની બનશે સરકાર ?

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, CVoter એ એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો.  abp અસ્મિતા-સી વોટરનો ઓપિનિયન પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 127થી 137 બેઠકો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું અનુમાન છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 59થી 69 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 113થી 125 બેઠકો, ભાજપને 104થી 106 બેઠકો અને બીએસપીને 2 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર બનવાનું અનુમાન છે. કોંગ્રેસને 45થી 51 બેઠકો મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં ભાજપના પ્રદર્શનમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. છત્તીસગઢમાં ભાજપને 39થી 45 બેઠકો મળવાનું અનુમાન છે. તેલંગાણાના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને 48 થી 60 બેઠકો મળવાનો અંદાજ છે, ભાજપને 5 થી 11 બેઠક મળી શકે છે. જ્યારે બીઆરએસને 43-55 સીટ મળી શકે છે. મિઝોરમના ઓપિનિયન પોલમાં એમએનએફને 13-17, કોંગ્રેસને 10 થી 14 બેઠક મળવાનો અંદાજ છે.

(નોંધ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. સી વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. તેમાં લગભગ 90 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વે 1 સપ્ટેમ્બરથી  8 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્ય છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget