શોધખોળ કરો

Udaipur Murder Case: નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ રાખવા પર યુવકની દુકાનમાં ધૂસી હત્યા, મુખ્યમંત્રી ગહેલોતે કરી શાંતિની અપીલ

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતક કન્હૈયા લાલ ટેલર્સની દુકાન ચલાવતો હતો. હત્યારાઓ કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા અને તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

Koo App
उदयपुर के एक सीधे-सादे नागरिक की बर्बरता से हत्या और आरोपियों द्वारा वीडियो बनाकर अपराध स्वीकारना बताता है कि तुष्टिकरण सीमाएं लांघ जाए तो वातावरण खूनी वैमनस्य का शिकार हो जाता है। पुलिस ने आरोपियों के खिलाफ शिकायत को अनदेखा किया, जिसका वीभत्स परिणाम सामने है। यह वारदात सभ्य समाज को भयग्रस्त करने की साजिश का हिस्सा है, गहलोतजी सपाटबयानी कर पल्ला नहीं झाड़ सकते। उनकी जिम्मेदारी है प्रत्येक नागरिक को सुरक्षित महसूस कराना और उन कारणों पर रोक लगाना जिनसे इस तर्ज के अपराध और अपराधी पनप रहे हैं। - Gajendra Singh Shekhawat (@gssjodhpur) 28 June 2022

Udaipur Murder Case: નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ રાખવા પર યુવકની દુકાનમાં ધૂસી હત્યા, મુખ્યમંત્રી ગહેલોતે કરી શાંતિની અપીલ

આરોપીઓને સજા થશે- CM ગેહલોત

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, "હું ઉદયપુરમાં એક યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાની સંપૂર્ણ  ઉંડાઈ સુધી જશે. હું તમામ પક્ષોને અપીલ કરું છું શાંતિ જાળવવા માટે. જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને સખત સજા આપવામાં આવશે."

'વિડિયો શેર કરશો નહીં'

આ સિવાય સીએમ ગેહલોતે લોકોને હત્યાનો વીડિયો શેર ન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું, "હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેર કરવાથી સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે."

આરોપીને કડકમાં કડક સજા થાય - કટારીયા

આ મામલે ભાજપના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ઉદયપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. આની પાછળ એક ગેંગ છે. મેં સીએમ સાથે વાત કરી. આ લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ. કટારિયાએ વધુમાં કહ્યું કે મારા એસપી અને કલેક્ટર સિવાય  ત્યાંના લોકો સાથે પણ વાત કરી છે.

સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત - એસ.પી

ઉદયપુરમાં બનેલી આ ઘટના અંગે જિલ્લા એસપી મનોજ કુમારે કહ્યું કે અમને ક્રૂર હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, અમે ટીમ મોકલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ અમે જોયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget