Rajiv Gandhi Death Anniversary: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, રાહુલ ગાંધીએ પિતાને લઈ કહી આ વાત
Rajiv Gandhi Death Anniversary: સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે, "21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ અને પૂર્વ વડાપ્રધાન જેમણે ભારતમાં કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો હતો.
Rajiv Gandhi Death Anniversary: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ શનિવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના નેતાઓએ આધુનિક ભારતના નિર્માણમાં રાજીવ ગાંધીના યોગદાનને પણ યાદ કર્યું હતું. પીએમ મોદીએ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કર્યું હતું.
"On his death anniversary, paying tributes to our former Prime Minister Rajiv Gandhi," tweets Prime Minister Narendra Modi pic.twitter.com/SOzK3TDaGg
— ANI (@ANI) May 21, 2022
પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યક્તિ હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા. જેમણે અમને માફી અને સહાનુભૂતિના મૂલ્ય વિશે સમજાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના તેના પિતા વિશેના ટ્વીટને રીટ્વિટ કર્યું હતું.
My father was a visionary leader whose policies helped shape modern India.
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2022
He was a compassionate & kind man, and a wonderful father to me and Priyanka, who taught us the value of forgiveness and empathy.
I dearly miss him and fondly remember the time we spent together. pic.twitter.com/jjiLl8BpMs
પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, "જેની દૂરંદેશીના કારણે જ દેશ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સૌથી યુવા વડાપ્રધાન, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યો. ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને 100 સલામ." કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને સચિન પાયલટે પણ વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે, "21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ અને પૂર્વ વડાપ્રધાન જેમણે ભારતમાં કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો હતો. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, આધુનિક વિચારસરણી અને દૂરંદેશીથી દેશને નવી દિશા આપનાર રાજીવજી હંમેશા આપણા સૌની પ્રેરણા બની રહેશે."
भारत में कंप्यूटर और दूरसंचार क्रांति की नींव रखने वाले, 21वीं सदी के आधुनिक भारत के शिल्पी पूर्व प्रधानमंत्री स्व.श्री राजीव गांधी जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
— Sachin Pilot (@SachinPilot) May 21, 2022
आधुनिक सोच व दूरदर्शिता से देश को एक नई दिशा देने वाले राजीव जी सदैव हम सभी के प्रेरणास्रोत रहेंगे। pic.twitter.com/AKpR2vBfY5
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.
कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी, महासचिव श्रीमती @priyankagandhi जी व वरिष्ठ कांग्रेस नेताओं ने पूर्व प्रधानमंत्री राजीव गांधी जी की पुण्यतिथि पर समाधि स्थल वीरभूमि पहुंच कर उन्हें श्रद्धांजलि अर्पित की।
— Congress (@INCIndia) May 21, 2022
राष्ट्र निर्माण में राजीव गांधी जी का योगदान अविस्मरणीय है। pic.twitter.com/Go408CWKzM