શોધખોળ કરો
Advertisement
ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં છોડીએઃ રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે, અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પોતાનું નિવેદન આપ્યું છે. રાજ્યસભામાં રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું કે, ચીને ભારતની જમીન પર કબ્જો કરી રાખ્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ.
રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વિપક્ષીય સંબંધોને જાળવી રાખવા પર ભાર મુક્યો છે. સરહદ પર વિવાદને કારણે ભારત-ચીન સંબંધમાં ફેર પડ્યો છે. આપણા જવાનોએ સાબિત કર્યું છે કે તે દેશની સંપ્રુભતાના રક્ષા માટે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. ચીનની સાથે અમારી નિરંતર વાતચાતથી પૈંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિમ ભાગ પર સમજૂતી થઈ છે. આ સમજૂતી બાદ, ભારત-ચીન તબક્કાવાર સમન્વિત રીતે જવાનોને ત્યાંથી ખસેડી લેશે.’
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘પૂર્વ લદ્દાખમાં LACની પાસે અનેક વિસ્તાર બન્યા છે. ચીને એલએસી અને નજીકના વિસ્તારમાં પોતાના તરફથી ભારે જવાનો અને હથિયાર અને ગોળા બારૂદ જમા કર્યો છે. આપણા જવાનોએ પણ પ્રભાવી રીતે તેની સામે ઉભા રહ્યા છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ‘સપ્ટેમ્બર 2020થી ભારત અને ચીનની સેનાઓ અને રાજનીતિક સ્તર પર વાતચીત થઈ રહી છે. પેગોંગ લેકના સાઉથ અને નોર્થ વિસ્તાર પર સમજૂતી થઈ ગઈ છે. ચીન ફિંગર 8 પર રહેશે અને ભારત ફિંગર 3 પર. સરહદ પર એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ જાળવવામાં આવશે. પેટ્રોલિંગ હાલમાં નહીં થાય. સમજૂતી થયા બાદ પેટ્રોલિંગ ફરુ શરી થશે. કેટલાક મુદ્દા હજુ પણ બાકી છે જેના પર આગળ ચર્ચા ચાલુ રહેશે.’
સંરક્ષણંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘ચીને વિતાલ વર્ષ એલએસીની આસપાસ ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે કાર્રવાઈ કરી હતી. દારુગોળો પણ વિતેલા વર્ષે જમા કરવામાં આવ્યો હતો. ચીન લદ્દાખના વિસ્તારમાં બિનઅધિકૃત રીતે 1962થી કબ્જો જમાવી રહ્યું છે, પાકિસ્તાને પણ ચીનને આપણી જમીન દીધી છે. ચીનનો બિનઅધિકૃત રીતે 43 હજાર વર્ગ કિલોમીટર પર કબ્જો છે. તેનાથી ચીન અને ભારતના સંબંધો પર અસર પડી રહી છે. ચીને દારુગોળો એલએસી પર જમા કરી લીધો છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion