શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત, ગુલામ નબી આઝાદ આજે રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 14 સમ્ટેમ્બરથી શરુ થયેલા આ સત્રમાં રાજ્યસભામાંથી અનેક બિલ પાસ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 14 સમ્ટેમ્બરથી શરુ થયેલા આ સત્રમાં રાજ્યસભામાંથી અનેક બિલ પાસ કરવામાં આવ્યા છે, જેમા હાલમાં જ લાગુ કેટલાક અધ્યાદેશોની જગ્યા લેવા માટે લાવવામાં આવેલા વિધેયક પણ સામેલ છે.
પહેલાથી નક્કી કરેલા સમય અનુસાર ચોમાસું સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. પરંતુ રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા આગળની કાર્યવાહીને લઈને પણ આજે નિર્ણય લેવામાં આવશે.
સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ સત્રને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરતા પહેલા પોતાના પારંપારિક સંબોધનમાં કહ્યું કે, આ સત્ર કેટલાક મામલામાં ઐતિહાસિક રહ્યું કારણ કે સત્ર દરમિયાન ઉચ્ચ સદનના સભ્યોને બેસવાની નવી વ્યવ્થા હેઠળ પાંચ અન્ય સ્થાનો પર બેસાડવામાં આવ્યા. આવું ઉચ્ચ સદનના ઈતિહાસમાં અગાઉ ક્યારેય નથી થયું. તે સિવાય સદનમાં સતત દસ દિવસ સુધી કામ કરવામાં આવ્યું. શનિવાર અને રવિવારે સદનમાં કોઈ રજા રાખવામાં આવી નહોતી
વિપક્ષનું મૌન પ્રદર્શન
સંસદમાં હાલમાંજ પાસ કરવામાં આવેલા કૃષિ સંબંધિત બિલને લઈને વિપક્ષી દળોના સાંસદોએ આજે સંસદ ભવન પરિસરમાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદ પોતાના હાથમાં પ્લેકાર્ડમાં ખેડૂતોને બચાવો, મજૂરોને બચાવો, લોકતંત્રને બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ કરી રહેલા સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા, જેના પર 'ખેડુતોને બચાવો, કામદારોને બચાવો, લોકશાહી બચાવો' જેવા સૂત્રો લખવામાં આવ્યાં હતાં.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદ ભવન પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાંથી ભીમરાવ આંબેડકરની પ્રતિમાં સુધી માર્ચ કાઢી હતી.
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે વિપક્ષી દળના નેતા
આ પહેલા વિપક્ષી દળોએ કૃષિ બિલને લઈને આગળની રણનીતિ તૈયાર કરવા માટે રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદના કક્ષમાં બેઠક કરી હતી. વિભિન્ન વિપક્ષી દળ કૃષિ સંબંધિત બિલોને સંસદમાં પાસ કરવા પર વિરોધ કરી રહ્યાં છે અને તેમણે સંસદની કાર્યવાહીનું પણ બહિષ્કાર કર્યો છે.
તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને તેઓને વિવાદાસ્પદ બિલ પર સહી નહીં કરવાન અનુરોધ કર્યો છે. આઝાદ પોતાની માંગને લઈને સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement