(Source: Poll of Polls)
Ram Mandir : અયોધ્યામાં ઉમટી ભક્તોની ભારે ભીડ, છ દિવસમાં 19 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન
Ram Mandir :અયોધ્યા શહેરથી લઈને મંદિર પરિસર સુધી દિવસભર જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે.
Ram Mandir : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાથી અત્યાર સુધીમાં છ દિવસમાં લગભગ 19 લાખ રામ ભક્તોએ ભવ્ય મંદિરમાં દર્શન કર્યા છે અને પૂજા કરી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના દિશાનિર્દેશ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની દેખરેખ હેઠળ, ભક્તોને સરળતાથી દર્શન અને પૂજાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પ્રાણ પ્રતિષ્ઠા પછીના પ્રથમ દિવસે એટલે કે 23મી જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે લાખો ભક્તો ત્યાં એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ દરરોજ બે લાખથી વધુ રામ ભક્તો સરળતાથી શ્રી રામલલાના દરબારમાં પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે.
અયોધ્યા શહેરથી લઈને મંદિર પરિસર સુધી દિવસભર જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. શ્રી રામલલાના દર્શન કરવા દેશ-વિદેશ, વિવિધ રાજ્યો અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દરરોજ આવી રહ્યા છે. રવિવારે પણ લગભગ 3.25 લાખ ભક્તોએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા.
જાણો કયા દિવસે કેટલા લોકો આવ્યા
- 23 જાન્યુઆરી - 5 લાખ
- 24 જાન્યુઆરી - 2.5 લાખ
- 25 જાન્યુઆરી - 2 લાખ
- 26 જાન્યુઆરી - 3.5 લાખ
- 27 જાન્યુઆરી - 2.5 લાખ
- 28 જાન્યુઆરી - 3.25 લાખ
નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. સીએમ યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં પણ ભક્તો રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર હોય ત્યાં તેમણે કતારમાં ઊભા રહે, ભીડ ના થાય. સીએમ યોગીએ કહ્યું કે દર્શન માટે આવનારા ભક્તોની કતાર ચાલતી રહેવી જોઈએ અને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.