Ram Mandir Inauguration: દિલ્હીમાં અમિત શાહ, આસામમાં રાહુલ ગાંધી તો બંગાળમાં મમતા કરશે રામ નામનો જાપ
Ram Mandir Inauguration: પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરના મંદિરોને લાઇટોથી અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.

Ram Mandir Inauguration: અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા આજે સોમવારે એટલે કે આજે (22 જાન્યુઆરી) થઈ રહ્યો છે. આખા દેશમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોએ પોતાના ઘર અને દુકાનો પર ભગવાન શ્રી રામના ઝંડા લગાવી દીધા છે. પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુધી દરેક દેશના અલગ-અલગ મંદિરોમાં પૂજા કરવા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરના મંદિરોને લાઇટોથી અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દિલ્હીના બિરલા મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં મંદિરમાં પૂજા કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઓરછામાં પૂજા અર્ચના કરશે. સાથે જ વિપક્ષી નેતાઓ પણ દેશના અલગ-અલગ મંદિરોમાં પૂજા-અર્ચના કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આસામના નગાંવમાં સંત શંકરદેવના જન્મસ્થળ પર પૂજા કરવા જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતાના કાલી મંદિરના દર્શન કરશે.
અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પૂજા અર્ચના કરશે
અન્ય વિપક્ષી નેતાઓની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હી મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત સુંદરકાંડ, શોભા યાત્રા અને ભંડારા પણ થવાનો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નાશિકમાં કાલારામ મંદિરના દર્શન કરશે. ઉદ્ધવને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ પણ મળ્યું હતું. વિપક્ષના અન્ય નેતાઓ પણ મંદિરોમાં પૂજા કરવા પહોંચવાના છે.
રામ મંદિર ભારતીય ધરોહરને સમૃદ્ધ કરશેઃ પીએમ મોદી
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રામ મંદિર ભારતીય વિરાસત અને સંસ્કૃતિને સમૃદ્ધ કરવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિર દેશની વિકાસ યાત્રાને નવી ઉંચાઈઓ પર લઈ જશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો જેના જવાબમાં વડાપ્રધાને આ વાત કહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
