શોધખોળ કરો

Republic Day 2024: ગણતંત્ર દિવસ પર જોવા મળશે ભારતની તાકાત, આકાશમાં ગર્જના કરશે રાફેલ અને સુખોઇ

Republic Day 2024:તેઓ બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. તેમની યાત્રા જયપુરથી શરૂ થવા જઈ રહી છે

Republic Day 2024: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના 75મા ગણતંત્ર  દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ગુરુવાર (25 જાન્યુઆરી) બપોરે રાજસ્થાનના જયપુર પહોંચશે. તેઓ બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. તેમની યાત્રા જયપુરથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમેર કિલ્લો, હવા મહેલ અને જંતર મંતરની મુલાકાત લેશે. આ વખતની પ્રજાસત્તાક દિવસની પરેડ પણ ઘણી ખાસ બનવાની છે.

આ વર્ષે 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતીય વાયુસેનાના 51 વિમાન કર્તવ્યપથ પર ફ્લાઇપાસ્ટ કરવા જઈ રહ્યા છે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન વાયુસેનાની માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરવાની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર રશ્મિ ઠાકુર, સુમિતા યાદવ, પ્રતિતિ અલહુવાલિયા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ કીર્તિ રોહિલ માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસ પર વાયુસેનાની માર્ચિંગ ટુકડીમાં 144 એર વોરિયર્સ ભાગ લેવાના છે.

મેક્રોન અને મોદીની સામે ઉડાણ ભરશે ફાઇટર પ્લેન

ગણતંત્ર દિવસના અવસર પર ફાઇટર પ્લેનનું એક આખું દળ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનાની નજર સામે ઉડાણ ભરશે.  29 ફાઇટર એરક્રાફ્ટ, આઠ કાર્ગો એરક્રાફ્ટ, 13 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સહિત કુલ 51 એરફોર્સ એરક્રાફ્ટ હવાઈ સ્ટંટ કરશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પણ રાફેલ, સુખોઈ-30, જગુઆર, સી-130 અને તેજસ ફાઈટર પ્લેનને અલગ-અલગ ફોર્મેશનમાં ઉડતા જોઈ શકશે.

કેવી રહેશે મેક્રોનની મુલાકાત?

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર રાષ્ટ્રપતિ મેક્રોન બપોરે 2.30 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ જયપુરમાં જ રહેવાના છે. PM મોદી સાંજે 5.30 વાગ્યે તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ બંને નેતાઓ જંતર-મંતર, હવા મહેલ સહિતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના સ્થળોની મુલાકાત લેશે. મોદી અને મેક્રોનનો રોડ શો પણ થવાનો છે. બંને નેતાઓ વચ્ચે સાંજે 7.15 કલાકે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની છે, જેમાં સંરક્ષણ, વેપાર, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા વગેરે પર ચર્ચા થશે.

દ્વિપક્ષીય ચર્ચા બાદ રાષ્ટ્રપતિ મેક્રોન રાત્રે 8.50 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બીજા દિવસે સવારે તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાના છે. પરેડમાં ભાગ લીધા બાદ તેઓ હોટલ પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મેક્રોન માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ભાગ લીધા બાદ તેઓ શુક્રવારે રાત્રે 10.05 કલાકે દિલ્હીથી પેરિસ જવા રવાના થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget